પ્રિયંકા ગાંધીના પુત્ર અને પુત્રીએ લાઈનમાં ઉભા રહી કર્યું મતદાન

  • May 25, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની સાત સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ વખતે 13637 મતદાન મથકો પર 1.52 કરોડ લોકો 162 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન રાજીવ વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રાએ દિલ્હીના એક મતદાન મથક પર મતદાન કર્યું. સાથે જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ મતદાન કર્યું હતું.


રેહાન રાજીવ વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રા લોધી એસ્ટેટ સ્થિત અટલ આઈડીયલ સ્કૂલ પહોંચ્યા હતા. મીરાયા પ્રથમ વખત મતદાર છે. વોટ આપ્યા બાદ મીરાયા વાડ્રાએ કહ્યું કે યુવાનોને મારો સંદેશ છે કે તમે ઘરની બહાર આવો અને મતદાન કરો. બદલાવ લાવવાની આપણી ફરજ છે. તેથી  ઘરની બહાર આવીને મત આપવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application