ફિલ્મ ઐતરાઝના રેપ સીનને કારણે પ્રિયંકાને ક્રિશ મળી હતી

  • May 29, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અનુપમ ખેરના ટોક શોમાં ખુદ પ્રિયંકા ચોપરાએ કર્યો ખુલાસો
  • રાકેશ રોશને ઐતરાઝનો રેપ સીન જોઇ પ્રિયંકાને સાઇન કરી હતી


દેશી ગર્લ વિદેશી મેમ પ્રિયંકા ચોપરા હવે ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઇ. પરંતુ આ મુકામ સુધી પહોંચવા તેને બહુ પાપડ વણવા પડ્યા. આ સંઘર્ષપુર્ણ જર્ની અંગે પીસી હવે અને ચોકાવનારા ખુલાસા કરી રહી છે. જેમાનો એક એ છે કે તેના બેસ્ટ ફિલ્મ ઐતરાઝના રેપ સીનને કારણે તેને હૃતિક રોશનની હિટ ફિલ્મ ક્રિશ મળી હતી.


ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ બોલીવુડમાં તો પોતાના નામનો સિક્કો ચલાવ્યો જ છે. પ્રિયંકા ચોપરા અવારનવાર કહે છે કે, તે એક્ટિંગના ગુણ કોઈ ફિલ્મી સ્કૂલમાં નહીં પણ ફિલ્મના સેટ પર શીખી છે. પોતાની કારકિર્દી શરૂ કરતા પહેલા સુધી તે એ જ કરતી હતી, જે તેને યોગ્ય લાગતું હતું, પરંતુ કેટલાક અનુભવ પછી તેણે ફિલ્મના પાત્રો પર કામ શરૂ કર્યું હતું. 


 તેની જોરદાર ફિલ્મોમાં ઐતરાઝનું નામ સૌથી ઉપર છે, જેમાં તેણે એક સેક્યુઅલી ફોરવર્ડ પાત્ર નિભાવ્યું હતું. પ્રિયંકાએ આ ફિલ્મ સાથે જોડાયેલી એક જોરદાર સ્ટોરીને યાદ કરી હતી. સાથે જ આ ફિલ્મના પર્ફોર્મન્સે તેને ફિલ્મ ક્રિસમાં સીધી અને સભ્ય છોકરી તરીકે કાસ્ટ કરવામાં કઈ રીતે મદદ કરી.


અનુપમ ખેરના ટોક શોમાં વાત કરતા પ્રિયંકાએ એ ક્ષણને પણ યાદ કરી કે કઈ રીતે ક્રિસ ફિલ્મના નિર્દેશક રાકેશ રોશને તેને જોઈ અને તેને સુપરહીરો ફિલ્મમાં કાસ્ટ કરી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, રાકેશ સરે મને કોઈકના અંતિમ સંસ્કારમાં જોઈ હતી અને તેમણે મને બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મેં તને અંતિમ સંસ્કારમાં જોઈ હતી. તું ઘણી સુંદર છે. મે કહ્યું, એક્સક્યૂઝ મી? મેં સફેદ સલવાર કૂર્તા પહેર્યો હતો, કોઈ મેકઅપ નહતો કર્યો. જોકે, રાકેશ રોશન સરે મને પોતાની ફિલ્મ કહો ના પ્યાર હૈની રિલીઝ પછી જ મને બોલાવી હતી. તે ઐતરાઝમાં મારું કામ જોવા માગતા હતા.


હવે પ્રિયંકાને ચિંતા થઈ રહી હતી. તે જાણતી હતી કે, રાકેશ રોશન પોતાની ફિલ્મોમાં મહિલાઓને સારી રીતે બતાવે છે. બધું ફોકસ તેની પર હોય છે. તેમ જ ઐતરાઝમાં તેનું પાત્ર આવું નહતું, પરંતુ રાકેશ રોશન તેની ઐતરાઝ જોવાની જીદ કરી રહ્યા હતા. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, મેં અબ્બાસ-મસ્તાનને ફોન કરી જણાવ્યું હતું કે, જુઓ, મારી ઈજ્જતનો સવાલ છે. મહેરબાની કરીને તેમને ઈન્ટરવલનો સીન ન બતાવતા. કારણ કે, તે એક રેપ સીન હતો, જેમાં હું અક્ષયના પાત્રનો રેપ કરું છું. જોકે, તેમણે એ સીન જોયો અને મને ક્રિસ ફિલ્મમાં કાસ્ટ કરી લીધી હતી. હું ખૂબ શરમાઈ ગઈ હતી. એટલું જ નહીં, હું તેમની સાથે આંખમાં આંખ નાખીને જોઈ પણ નહતી શકતી.



પ્રિયંકા ચોપરાએ ઐતરાઝમાં બેસ્ટ નેગેટિવ રોલનો ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો. આવું કરનારી કાજોલ પછી તે બીજી અભિનેત્રી હતી. કાજોલને વર્ષ 1998માં આવેલી ફિલ્મ ગુપ્તઃ ધ હિડન ટ્રૂથમાં વિલનનો રોલ કરવા માટે એવોર્ડ મળ્યો હતો. આમાં તેની સામે બોબી દેઓલ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application