આ જેલમાં કેદીઓ દર મહિને ૨૫ હજારથી વધુ હીરા ઘસે છે

  • August 24, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતની આધુનિક જેલમાં સમાવિષ્ટ્ર સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ તેના અનોખા અભિયાનને કારણે ચર્ચામાં છે. ભૂતકાળના કામોને કારણે જેલમાં બધં કેદીઓના સિતારા ભલે અંધકારમાં હોય પરંતુ તેઓ જેલમાં હીરા ચમકાવવાનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં, કેદીઓના સુધારણા સંબંધિત અભિયાન  હેઠળ, જેલ પ્રશાસને જેલની અંદર જ હીરા ઘસવાની વ્યવસ્થા કરી છે. તાલીમ પછી, જેલના કેદીઓ દર મહિને આશરે ૨૫,૦૦૦ વધુ હીરા પોલિશ કરે છે.સુરત જેલના કેદીઓ કુદરતી હીરાને પોલિશ કરે છે.

વિશ્વના લગભગ ૯૫ ટકા હીરા સુરતમાં પોલિશ્ડ થાય છે. હવે આમાં સુરત સેન્ટ્રલ જેલના કેદીઓની પણ નાનકડી ભાગીદારી થઈ છે. જેલમાં સ્થાપિત ડાયમડં પોલિશિંગ યુનિટમાં ૧૦૭ કેદીઓ ડાયમડં પોલિશિંગનું કામ કરે છે. સુરત સેન્ટ્રલ જેલના આ કેદીઓને પોલિશિંગ સંબંધિત વિવિધ પ્રકારના કટ અને ટેકનિકલ પાસાઓની તાલીમ આપવામાં આવી હતી. કેદીઓ તેમના કામ અને પ્રોફાઇલના આધારે દર મહિને ૨૦,૦૦૦ પિયા સુધીની કમાણી કરી રહ્યા છે. સુરત સેન્ટ્રલ જેલના અધિક્ષક જે.એન.દેસાઈના જણાવ્યા અનુસાર, આ જેલ કદાચ વિશ્વની એકમાત્ર એવી જેલ છે યાં કુદરતી હીરાનું કટિંગ અને પોલિશિંગ જેલની અંદર થાય છે. પોલિશિંગ યુનિટ કોઈપણ ફરિયાદ વિના સરળતાથી કામ કરી રહ્યું છે.
​​​​​​​
સુરત સેન્ટ્રલ જેલમાં ૩૦૦૦ જેટલા કેદીઓ કેદ છે. મોટાભાગના કેદીઓ ફર્નિચર બનાવવા, નાસ્તા બનાવવા, પેઇન્ટિંગ, શિલ્પ અને ફોટો કોપી સહિત વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કામ કરે છે. હવે આ યાદીમાં ડાયમડં પોલિશિંગનું કામ પણ ઉમેરાયું છે. સુરત સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા વિપુલ મેરે જણાવ્યું હતું કે તે ૧૦ વર્ષથી બધં છે, પરંતુ પોલિશિંગના કામે તેને કમાવાની તક આપી છે. મેરે કહ્યું કે આ કારણે હત્પં જેલમાં હોવા છતાં મારા પરિવારના સભ્યોને મદદ કરી શકું છું. મારા યુનિટમાં મેનેજરની જવાબદારી આપવામાં આવી છે. નોકરીના આધારે મેરને દર મહિને . ૨૦,૦૦૦ સુધી મળે છે. મેર કહે છે કે તેને સજા થઈ ત્યાંરે તે હીરાનો કારીગર હતો. યારે યુનિટ શ થયું ત્યારે મેં અહીં કામ કરવાનું શ કયુ.
પોલિશિંગ યુનિટમાં કામ કરતા કેદીઓની કુલ કમાણીમાંથી, કેદીએ જેલમાં તેના અંગત ખર્ચ માટે દર મહિને માત્ર ૨,૧૦૦ પિયા રાખવા પડે છે. બાકીની રકમ તેમના પરિવારને મોકલવામાં આવે છે. જેલમાં રહેલા અન્ય એક કેદી સત્યમ જણાવ્યું કે ૧૧ મહિના પહેલા જેલમાં બધં થયા બાદ હત્પં હીરાને પોલિશ કરતા શીખ્યો છું. તેણે કહ્યું કે તેને હવે દર મહિને લગભગ ૮,૦૦૦ પિયા મળે છે.પાલે કહ્યું કે મને આશા છે કે યારે હત્પં જેલમાંથી બહાર આવીશ ત્યારે પણ હત્પં હીરા પોલિશરનું કામ કરી શકીશ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application