ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાત્મામંદિર ગાંધીનગર ખાતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુ.એ.ઇ.ના પ્રેસીડેન્ટ, ચેક રીપબ્લિકનના પ્રાઇમ મીનીસ્ટર, મોઝામમ્બિકના પ્રેસીડેન્ટ, તીમોરલેસ્ટના પ્રેસીડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ૧૩૦ કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશના અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની ૧૦મી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પૂર્ણ થયાં હવે આગામી ૨૫ વર્ષ એ જ લક્ષ્ય પર આગળ વધતાં ૧૦૦ વર્ષની પૂર્ણતાએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ છે. તેમણે ઉમેર્યું હતું કે, અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમીટ નવા સપના - સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.
આ અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓને તેમણે ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વના સહયોગી ગણાવ્યા હતા. વાઇબ્રન્ટ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારીઓ અને અનુભવો વહેંચવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વાઇબ્રન્ટ સમિટમાં યુએઈના રાષ્ટ્રપ્રમુખ શ્રી શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના નેતૃત્વ હેઠળ યુએઈના સહયોગી થવા અંગે આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સમિટના મુખ્ય મહેમાનપદે યુએઈના રાષ્ટ્રપ્રમુખની ઉપસ્થિતિ બંને દેશો વચ્ચે દિન-પ્રતિદિન મજબૂત બનતા આત્મીય સંબંધોનું પ્રતીક છે. ભારત અને યુએઈ વચ્ચે ઘનિષ્ઠ બનતા જતા વ્યાપારિક સંબંધો ઉપર પ્રકાશ પાડતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે ફૂડ પાર્કના વિકાસ, રિન્યુએબલ એનર્જી અને ઇનોવેટિવ હેલ્થ કેરમાં રોકાણ, ભારતમાં પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે યુએઈની કંપનીઓ દ્વારા બિલિયન ડોલરથી વધુના રોકાણ અંગે સમજૂતી કરારો થયા છે. યુએઈના સોવેરન ફન્ડઝ દ્વારા ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ઓપરેશન અને ટ્રાન્સવર્લ્ડ કંપની દ્વારા શરૂ થનારા એરક્રાફટ અને શીપ લીઝિંગ પ્રવૃત્તિઓ વિશે ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રીએ બંને દેશોના નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધોનો શ્રેય યુએઈના રાષ્ટ્રપ્રમુખશ્રી શેખ મોહમ્મદ બિન ઝાયેદને આપ્યો હતો.
મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલિપે ન્યુસીને સમિટમાં આવકારતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ભારતની અધ્યક્ષતા હેઠળ g20માં કાયમી સભ્યપદ મળવા અંગે તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મોઝામ્બિકના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ દેશો વચ્ચેના સંબંધો ઉપરાંત ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોની પણ ઘનિષ્ઠ બનાવશે.
ચેક રિપબ્લિક શરૂઆતથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહયોગી રહ્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ચેકના પ્રધાનમંત્રી શ્રીયુત પીટર ફીઆલાએ પ્રધાનમંત્રી તરીકે પ્રથમ ભારતની લીધેલ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. પ્રધાનમંત્રીએ ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર અંગે જણાવ્યું હતું.
ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોસ રામોઝ હોર્તાનું સ્વાગત કરતા શ્રી નરેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતને પોતાના દેશના સ્વતંત્ર સંગ્રામ સાથે જોડનારા શ્રી જોઝેની ગાંધીનગરની મુલાકાત વિશેષ છે. તેમણે આસીયાન સહિતના સંગઠનોમાં તિમોર લેસ્તે સાથેના સહયોગને અતિ અગત્યનો ગણાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ૨૦ વર્ષોમાં વાઇબ્રન્ટ સમિટે વૈશ્વિક સ્તરે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે તેમજ નવા રોકાણો અને વળતર માટે નવો માર્ગ કંડાર્યો છે. ૨૦મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’નો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે ૨૧મી સદીના વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બનશે. ભારતની જી-૨૦ અધ્યક્ષતા દરમિયાન વિશ્વના ભવિષ્ય માટેનો એક રોડ મેપ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વિઝનના માધ્યમથી તેને આગળ ધપાવવામાં આવી રહ્યો છે.
ભારત I2U2 અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓ સાથેની ભાગીદારી મજબૂત કરી રહ્યું છે. ‘વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચર’નો સિધ્ધાંત વિશ્વ કલ્યાણની અનિવાર્ય આવશ્કતા બન્યો છે.
ભારતનો વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરનો સિદ્ધાંત વિશ્વકલ્યાણ માટે અનિવાર્ય અવશ્યકતા છે. ભારત દેશ વિશ્વમિત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતે વિશ્વને સમાન સામુહિક લક્ષ્યાંકો હાંસલ કરી શકાય છે તેઓ વિશ્વાસ આપ્યો છે. વૈશ્વિક કલ્યાણ માટે ભારતની પ્રતિભત્તા નિષ્ઠા પ્રયાસ અને કઠોળ પરિશ્રમ જ વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યા છે. વિશ્વ હવે ભારતને સ્થિરતાના પર્યાય તરીકે, વિશ્વાસપાત્ર મિત્ર તરીકે, જન કેન્દ્રિત વિકાસમાં વિશ્વાસ રાખતા ભાગીદાર તરીકે, વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિના એન્જિન તરીકે, ઉકેલો શોધતા ટેકનોલોજીના કેન્દ્ર તરીકે, પ્રતિભાશાળી યુવાનોનું પાવર હાઉસ અને સફળ લોકશાહી તરીકે જુએ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech