રાજકોટ માટે ગૌરવ : અકસ્માતમાં પગમાં પેરાલીસીસ થઈ ગયું છતાં હિંમત ન હારી, ધો.12માં બોર્ડની પરીક્ષામાં મેળવ્યા 99.77 PR

  • May 31, 2023 09:04 AM 


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. જે 73.27 ટકા આવ્યું છે. રાજકોટનું પરિણામ 79.94 ટકા આવ્યું છે. ફરી એકવાર પરિણામમાં દીકરીઓએ બાજી મારી છે. દીકરીઓનું 80.39 ટકા પરિણામ જયારે દીકરાઓનું 67.03 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે આજે રાજકોટ શહેરની ધોળકિયા સ્કૂલના ધો.12ના 4 વિદ્યાથીઓ બોર્ડ ફર્સ્ટ આવ્યા જેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલ ખાતે ગરબા કરીને, વિદ્યાર્થીઓને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને પરિણામની ઉજવણી કરવામાં આવી હતી.



ધોળકિયા સ્કૂલની ધો.12માં અભ્યાસ કરતી ખેડૂત પુત્રી ક્રિષ્ના બારડએ રાજકોટમાં ડંકો વગાડ્યો છે. ક્રિષ્નાએ 99.77 PR મેળવ્યા છે. એક વર્ષ પહેલાં લીમડી પાસે અકસ્માત થયા બાદ પગમાં પેરાલિસિસ થઈ ગયું હોવા છતાં હિંમત ન હારી અને દ્રઢ સંકલ્પ સાથે મહેનત કરી આજે બોર્ડની પરીક્ષામાં નામ ચમકાવ્યું છે. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં માતા-પિતાએ દીકરીને આગળ વધવા માટે તમામ પ્રયાસો અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


તો બીજી એક વિદ્યાર્થી દેવાંશી મકવાણા જેના પિતા સોનીકામ કરતા હતા અને શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમતા રમતા મૃત્યુ પામ્યા હતા. આ દીકરીએ બોર્ડની પરીક્ષામાં 88.35 PR આવ્યા છે. આગળનો ગોલની વાત કરીએ તો હવે તે બેચલર ડિગ્રી મેળવીને આગળ વધવા માંગે છે. પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થિની પર ધો.12 દરમિયાન જ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. તેમ છતાં તેણીએ હિંમત ન હારી અને આગળ વધી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application