મનપા કમિશનરની ઊપસ્થિતિમાં એસટી નજીક દબાણો દૂર કરાયા

  • December 17, 2023 03:17 PM 

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના એસટી બસ સ્ટેન્ડ પાસેથી મનપાએ આજે રજાના દિવસે પણ ડિમોલેશન હાથ ધરી કાર્યવાહી કરી હતી. મ્યુન્સિપલ કમિશનર ખુદ સ્થળ પર પહોંચ્યા હતા. અને રસ્તા પર અડચણરૂપ દબાણો દૂર કરવા સૂચના આપી હતી. તેમજ જાહેરમાં ગંદકી કરતા આસામીઓને દંડ ફાટકર્યો હતો.


ભાવનગર મહાનગર પાલિકાના મ્યુન્સિપલ કમિશનર એન.વી.ઉપધ્યાય દ્વારા છેલ્લા છ માસથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડિમોલેશન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે રવિવારની રજાના દિવસે પણ કમિશનરની સૂચનાથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એસટી બસ સ્ટેન્ડ નજીક ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં રોડ-રસ્તાને અડચણરૂપ લારી ગલ્લા અને દબાણો દૂર કરાયા હતા. મ્યુન્સિપલ એસ્ટેટ વિભાગ દ્વારા રોડ પર ગેરકાયદે મુકવામાં ૧૦ થી વધુ દબાણો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આજે રવિવારની રજા હોવા છતાં મ્યુન્સિપલ કમિશનર એન.વી. ઉપધ્યાય ખુદ સ્થળ પર દોડી આવ્યા હતા. જેના લીધે ડેપ્યુટી કમિશનર મનીષા બ્રહ્મભટ્ટ, એસ્ટેટ અધિકારી ફાલ્ગુન શાહ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને મનપાના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. મનપા એસ્ટેટ વિભાગ દ્વારા કરાયેલી ડિમોલેશનની કામગીરી સાથે જ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા આસામીઓને ઝડપી પડી નોટિસ આપી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશન કરી અને ગંદકી ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદે ઉભા કરેલા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application