કુંભારવાડા, કૈલાસવાડીમાંથી દબાણનો સફાયો

  • December 16, 2023 02:34 PM 

મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી મોટા વિસ્તાર કુંભારવાડામાં આવેલ કૈલાસવાડી, બાવાના મોક્ષમંદિરની આજુબાજુના વિસ્તારોમાંથી અડચણરૂપ અસ્થાઈદબાણો હટાવી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. મ્યુ. દબાણ હટાવ સેલ દ્વારા આજે હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન સ્થાનિક વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થતા થોડીવાર માટે વાતાવરણમાં ઉશ્કેરાટ છવાયો હતો. જોકે બાદમાં મામલો થાળે પડતા મ્યુ. ની દબાણ હટાવ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુંભારવાડા વિસ્તારમાં આવેલી જુદીજુદી સોસાયટીઓ તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત સહિતના મોટાભાગના વિસ્તારોમાં મોટાપ્રમાણમાં દબાણો થયેલા છે. ત્યારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં થોડાક દિવસ પહેલા ગટરના પ્રશ્નને લઈને બે જૂથ વચ્ચે મારામારી સર્જાઇ હતી. જેમાં ગટરની લાઈન ઉપર પાકું બાંધકામ કરી લેવામાં આવ્યું હોય અને તેને લઇને મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના કુંભારવાડા, માઢીયારોડ, કૈલાશવાડી વિસ્તારમાં આવેલા બાવાજીનાં સ્મશાન પાસે દબાણ હટાવવા માટે દોડી ગયા હતા. ત્યારે લોકો વચ્ચે અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે થોડીવાર માટે ભારે બોલાચાલી થઈ હતી. અને આખરે મહાનગરપાલિકા દ્વારા નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે પાકા બાંધકામ કરનાર લોકોને નોટીસ આપ્યા બાદ ડિમોલેશનની વધુ કાર્યવાહી કરવામાં આવશે. તેમ મનપા અધિકારીઓ દ્વારા જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application