યાજ્ઞિક રોડ સિવાય સમગ્ર શહેરમાં દબાણ હટાવ ડ્રાઇવ

  • December 11, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર દર રવિવારે સાંજે ભરાતી પાથરણા વાળાઓની બજારનું દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહેલી દબાણ હટાવ શાખા હવે રવિવાર સિવાયના દિવસોમાં પણ યારે સમગ્ર શહેરમાં ડ્રાઇવ કરે છે ત્યારે પણ યાજ્ઞિક રોડને તેમાંથી બાકાત રાખે છે તેવું તાજેતરમાં વધુ એક વખત પુરવાર થયું છે. દબાણ હટાવ ડ્રાઇવ અંતર્ગત યાજ્ઞિક રોડ સિવાયના શહેરના અન્ય મુખ્ય માર્ગેા ઉપરથી ૭૬ રેંકડી–કેબિન, ૧૯૩૬ બોર્ડ–બેનર, ૪૨૩૧ કિલો શાકભાજી અને ફળનો જથ્થો જ કરી કુલ .૨.૮૭ લાખનો દડં વસુલ કર્યેા હતો.
યાજ્ઞિક રોડના દુકાનદાર વેપારીઓએ જણાવ્યું હતું કે, ગત રવિવારે તેઓ યાજ્ઞિક રોડની રવિવારી પાથરણા બજારના ધંધાર્થીઓને ખસેડવા ગયા ત્યારે પાથરણા વાળાઓએ એવો ખુલ્લો આક્ષેપ કર્યેા હતો કે અમે મહાપાલિકાની દબાણ હટાવ શાખાના અમુક સ્ટાફને નિયમિત હા (લાંચ–શ્વત) આપીએ છીએ તેથી યાજ્ઞિક રોડ ઉપરથી અમારા દબાણ હટાવવા કોઇ નહીં આવે તમારે યાં અને જેને ફરિયાદ કરવી હોય તેને કરો. ગત રવિવારે ફેરિયાઓએ કહેલી વાત સત્ય જણાય રહી છે કારણ કે હાલ સમગ્ર શહેરમાં દબાણ હટાવ ડ્રાઇવ થઇ રહી છે પરંતુ યાજ્ઞિક રોડ ઉપરથી દબાણ હટાવવા કોઇ આવતું નથી.
કોર્પેારેટરોને રજુઆત કરવા છતાં રવિવારી બજારનું દબાણ દૂર થયું નથી ત્યારે હવે અમને રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પાસે અપેક્ષા છે કે તેઓ યાજ્ઞિક રોડની રવિવારી પાથરણા બજાર સહિતના દબાણો દૂર કરવા હત્પકમ કરશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું

૭૬ રેંકડી–કેબિન જપ્ત
મવડી મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, ભીમનગર મેઇન રોડ, રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઇન રોડ, સાંઇબાબા સર્કલ, યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઇન રોડ ઉપરથી નડતરપ ૭૬ રેકડી–કેબીન જ કરાઇ હતી.

૬૨૦ ચીજ–વસ્તુ કબજે

રૈયાધાર, યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મવા મેઇન રોડ, પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન, પેડક રોડ, કુવાડવા રોડ, આનદં બંગલા ચોક, અટીકા, રવિરત્ન પાર્ક, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રી નગર, હોસ્પિટલ ચોકથી ૬૨૦ ચીજ વસ્તુ જ કરાઇ હતી.

૪૨૩૧ કિલો શાકભાજી જપ્ત
શહેરના વિવિધ શાક માર્કેટ વિસ્તાર જેમાં જંકશન રોડ, યુબેલી માર્કેટ, પંચાયત નગર ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઇન રોડ, માધાપર રિંગ રોડ, લમીનગર નાલા પાસેથી ૪૨૩૧ કિલો શાકભાજી અને ફળનો જથ્થો જ કરવામાં આવ્યો હતો.

મંડપ–છાજલીનો દંડ
કોઠારીયા રોડ, સતં કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી, સ્વામીનારાયણ ચોક, ઢેબર રોડથી સોરઠીયાવાડી પાસેથી .૫૮,૭૫૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલાયું હતું.
"
૨,૨૯,૨૩૦નો દડં વસુલ
સતં કબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ, અટીકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનદં બંગલા ચોક, મવડી મેઇન રોડ,આહિર ચોકથી .૨,૨૯,૨૩૦નો દડં વસુલ્યો હતો

.૧૯૩૬ બોર્ડ–બેનર જપ્ત
કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, ઉપરથી ૧૯૩૬ બોર્ડ–બેનર જ કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News