જસ્ટિન ટ્રુડો પર પોતાની જ પાર્ટીના સાંસદોનું રાજીનામું આપવા દબાણ

  • October 24, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના જ ઘરમાં ઘેરાયેલા છે. હકીકતમાં, ટ્રુડોની પાર્ટીના સાંસદોએ તેમને ચોથી ટર્મ માટે ચૂંટણી ન લડવા અને પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. એટલું જ નહીં, લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રુડો માટે આ અંગે નિર્ણય લેવા માટે 28 ઓક્ટોબરની સમયમયર્દિા નક્કી કરી હતી. કેટલાક સાંસદોએ તો એમ પણ કહ્યું કે જો ટ્રુડોએ 28 ઓક્ટોબર સુધીમાં પદ છોડવાનો નિર્ણય ન લીધો તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
કેનેડામાં જસ્ટિન ટ્રુડો અને તેમની પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. આ જ કારણ છે કે ટ્રુડો પર વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જસ્ટિન ટ્રુડોએ તેમની પાર્ટીના નેતાઓ સાથે બેઠક પણ કરી હતી. આ મીટિંગ પછી ટ્રુડોએ કહ્યું હતું કે લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે, પરંતુ પાર્ટીના 20 સાંસદોએ પત્ર લખીને ટ્રુડોને પીએમ પદ પરથી આગામી ચૂંટણી પહેલા ટ્રુડોના રાજીનામાની માંગણી કરી છે.
કેનેડાની લિબરલ પાર્ટીના સાંસદ કેન મેકડોનાલ્ડનું કહેવું છે કે ’તેણે સાંભળવાનું શરૂ કરવું જોઈએ અને લોકોને સાંભળવા જોઈએ.’ કેર મેકડોનાલ્ડ પણ એવા 20 સાંસદોમાં સામેલ છે જેમણે ટ્રુડોને પદ પરથી હટાવવાની માંગ કરતો પત્ર લખ્યો છે. મેકડોનાલ્ડે કહ્યું કે તે આગામી ચૂંટણી નહીં લડે. આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે આનું કારણ લિબરલ પાર્ટીની ઘટી રહેલી લોકપ્રિયતા છે. જસ્ટિન ટ્રુડોએ સંકેત આપ્યા છે કે તેઓ ચોથી ટર્મ માટે પણ પોતાનો દાવો રજૂ કરશે. જોકે, ટોરોન્ટો અને મોન્ટ્રીયલ એમ બે જિલ્લાઓમાં યોજાયેલી ખાસ ચૂંટણીમાં ટ્રુડોની પાર્ટી લિબરલ્સને હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ટ્રુડોની નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરના સર્વેમાં ટ્રુડોની લિબરલ પાર્ટી વિપક્ષી ક્ધઝર્વેટિવ પાર્ટી કરતા પાછળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News