રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા સીજીએસટીને લગતા પ્રશ્ને રજૂઆત

  • October 05, 2023 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા દ્રારા સીજીએસટીના અમદાવાદ ખાતે ગ્રીવન્સ રીડ્રેસલ કમિટિની મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી જીએસટી સલં વિવિધ પ્રશ્નો તથા સુચનો રજુ કરવામાં આવ્યા હતા.સીજીએસટીના અમદાવાદ ખાતે ગ્રીવન્સ રીડ્રેસલ કમિટિની મળેલ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા ઉપસ્થિત ૨હી સીજીએસટીના પ્રીન્સીપાલ ચીફ કમિશ્નર શ્રીમતી શિવા કુમા૨ી સમક્ષ જીએસટી સલં વિવિધ પ્રશ્નો તથા સુચનો રજુ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે (૧) કેન્દ્ર સરકાર દ્રારા ગુજરાના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટ માટે બે જીએસટી એપેલેટ ટ્રીબ્યુનલ બેન્ચ ફાળવેલ છે. પરંતુ રાજકોટ સૌરાષ્ટ્ર્રનું હબ હોય તેમજ વિશાળ વેપારી વર્ગને ધ્યાનમાં રાખી રાજકોટ માટે કાયમી એક જીએસટી એપેલેટ ટ્રીબ્યુનલ બેન્ચ ફાળવવી. (૨) કરદાતાઓ દ્રા૨ા જીએસટી રીટર્ન ફાઈલ ક૨તી વખતે કોઈપણ ભુલ થયેલ હોય તો તેને સુધા૨વા માટે વન ટાઇમ એમનેસ્ટી સ્કિમ અમલમાં મુકવી. (૩) અપીલ ફાઈલ કરતા પહેલા ઉધોગકારોને ૩૦ ટકા જેટલી પ્રિડીપોઝીટ ભરવાપાત્ર થાય છે જે ખુબ જ અસહય છે. તેથી આવી ૨કમ ૧૦ થી ૧૫ ટકા સુધી કરી રાહત આપવી ખાસ જરી છે. (૪) જીઆઇડીસીમાં પ્લોટ ટ્રાન્સફ૨ ક૨તી વખતે જે જીએસટી લગાડવામાં આવે છે તેમાંથી તાત્કાલીક મુકિત આપવી. (૫) બોગસ બિલીંગ કૌભાંડ આચરનાર ગુન્હાહિત ટેક્ષપેયર્સને કાયદાકીય સજા અને પેનલ્ટી ક૨વામાં ચેમ્બર હંમેશા સહભાગી બને છે. તેમ છતાં સાચા અને પ્રમાણીક કરદાતાઓને ખોટી હેરાનગતી અને નુકશાની ભોગવવી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જરી છે. (૬) ફિટમેન્ટ કમિટિમાં એસજીએસટીની સાથે સીજીએસટીની ટીમને પણ સામેલ ક૨વી જેથી કરીને જીએસટી અંતર્ગત ઉદભવતા પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવી શકાય. આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્રારા ૨જુ ક૨વામાં આવેલ પ્રશ્નો–સુચનો અંગે સીજીએસટીના પ્રીન્સીપાલ ચીફ કમિશ્નર શ્રીમતી શિવા કુમા૨ીએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application