અમેરિકાના સિરામિક ટાઇલ સપ્લાયર્સના ગઠબંધને ત્યાની સરકારને ભારતમાંથી સિરામિક ટાઇલની આયાત પર ટેરિફ લાદવા વિનંતી કરી છે કારણ કે તે ભારત સરકાર દ્વારા સબસિડીને કારણે આ આયાત સ્થાનિક ઉદ્યોગને અસર કરી રહી છે. અમેરિકાના વાણિજ્ય વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે. અમેરિકાણી આતાપાસની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ પડવાની સંભાવના છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ભારતમાંથી સિરામિક અને ટાઇલ્સની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે, યુએસ સિરામિક અને ટાઇલ્સ ઉદ્યોગના એક સંગઠને એવો દાવો કર્યો છે કે આ તેમના સ્થાનિક ઉદ્યોગને અસર કરી રહી છે કારણ કે આયાતને ભારત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે.
વાણિજ્ય વિભાગના યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશન સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં, કોએલિશન ફોર ફેર ટ્રેડ ઇન સિરામિક ટાઇલ, જે યુએસ ટાઇલ ઉત્પાદનના 90 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે, તે 408થી 828 ટકાની વચ્ચે ટેરિફ લાદવાની માંગ કરે છે. આ સંગઠને ભારતમાંથી મોટા પાયે અને વ્યાપક ડમ્પિંગ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
ટાઇલ કાઉન્સિલ ઓફ નોર્થ અમેરિકાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એરિક એસ્ટ્રાચેને જણાવ્યું હતું કે અમેરિકન ટાઇલ ઉત્પાદકોએ હંમેશા આયાતમાં વાજબી સ્પધર્નિું સ્વાગત કર્યું છે. વાસ્તવમાં, યુએસ ઉત્પાદકો પાસે માટી અને ફેલ્ડસ્પારનો પુષ્કળ ભંડાર છે, એક કાર્યક્ષમ અને પ્રતિષ્ઠિત શ્રમદળ, સ્થાનિક સમુદાયનો ટેકો, અત્યાધુનિક સાધનો અને સસ્તું ઊર્જા એટલી બધી છે કે ઇટાલી, સ્પેન, બ્રાઝિલના મોટા નિકાસકારો તથા મેક્સિકો અને ચીને યુ.એસ.માં સુવિધાઓ બનાવી છે જેને કારણે તે વૈશ્વિક સ્તરે સ્પધર્િ કરવા માટે સક્ષમ છે.
તેમનો આક્ષેપ છે કે ભારતીય ટાઇલ ઉત્પાદકોને નોંધપાત્ર સરકારી સબસિડી મળે છે, જે ડમ્પ કરેલા ભાવે વધારાની ક્ષમતાના વેચાણ સાથે મળીને તેમને યુએસ માર્કેટમાં છવાઇ જવાની ક્ષમતા પૂરી પાડે છે. છેલ્લા 10 વર્ષોમાં ભારતમાંથી ટાઇલ્સનું વેચાણ 2013માં માત્ર 344,000 ચોરસ ફૂટથી વધીને 2023ના અંત સુધીમાં લગભગ 405 મિલિયન ચોરસ ફૂટ થઈ ગયું છે, એમ તેમણે આક્ષેપ કર્યો હતો.
યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કમિશને ગયા અઠવાડિયે ફેડરલ નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં તપાસની સંસ્થા અને પ્રારંભિક તબક્કાની એન્ટિડમ્પિંગ અને કાઉન્ટરવેલિંગ ડ્યુટી તપાસ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી કે શું ભારતમાંથી સિરામિક ટાઇલ્સની આયાત યુએસ ઉદ્યોગને અસર કરે છે ખરી?
બાર્ન્સ એન્ડ થોર્નબર્ગના જણાવ્યા અનુસાર, સિરામિક ટાઇલમાં વાજબી વેપાર માટે ગઠબંધન માટેના ટ્રેડ કાઉન્સેલને જો તપાસમાં એવું જાણવા મળે કે ભારતમાંથી ટાઈલ્સ ડમ્પ થાય છે અથવા અયોગ્ય વેપાર પ્રવૃત્તિ થાય છે તો અમેરિકન સરકાર ભારતીય ટાઇલની આયાત પર ટેરિફ લાદશે.
સરકાર પ્રથમ થોડા મહિનામાં પ્રારંભિક ટેરિફ લાદશે અને અંદાજે 16 મહિનામાં તેની તપાસના નિષ્કર્ષ પર અંતિમ ટેરિફ લાદશે, આવા અંતિમ ટેરિફની ગણતરી પૂર્વવર્તી રીતે પ્રારંભિક ટેરિફની તારીખ અને સંભવત: શરૂઆતની તારીખ સુધી લાગુ કરવામાં આવશે.તપાસના અવકાશમાં ફ્લોરિંગ ટાઇલ, વોલ ટાઇલ, પેવિંગ ટાઇલ, હર્થ ટાઇલ, પોર્સેલિન ટાઇલ, મોઝેક ટાઇલ વગેરે વિવિધ પ્રકારની સિરામિક ટાઇલ્સનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech