જૂનાગઢ ભવનાથમાં તા.૧૫થી ૧૮એ યોજાનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ

  • February 08, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરવા ગિરનારની ગોદમાં  આગામી તા ૧૫ થી ૧૮ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાશિવરાત્રીના મેળાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મેળાના સૂચારૂ આયોજન અને લોકો માટે જરૂરી વ્યવસ્થાઓનું યોગ્ય સંકલન કરી શકાય તે માટે કલેકટર કચેરીએ કલેક્ટર રચિત રાજ ના અધ્યક્ષસ્થાને સાધુ-સંતો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ભવનાથ મંદિરના મહંત હરીગીરીજી મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, શૈલજાદેવીજી,  સહિતના  સાધુ-સંતો અને   તથા વિવિધ વિભાગોના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​
કલેક્ટર રચિતરાજે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓની વિગતો આપી હતી. ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળામાં  જરૂરી સુવિધાઓમાં લાઈટ, પાણી, આરોગ્ય, એસ.ટી, સલામતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક,  ઉતારા મંડળની વ્યવસ્થાઓ સહિતની વિવિધ બાબતો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી
આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, નગરસેવક  એભાભાઈ કટારા, અગ્રણી સર્વશ્રી પુનિતભાઈ શર્મા, યોગી પઢીયાર, અન્નન ક્ષેત્ર અને ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરિયા, , જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના સંતો-મહંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application