દિવાળીના તહેવારો પૂર્ણ થતાં રાજકોટ મહાપાલિકા તંત્રએ ધાર્મિક સહિતના ૯૫૦ જેટલા દબાણો દૂર કરવા તડામાર તૈયારીઓ શ કરી છે.નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિ.બુલડોઝરનો કાફલો ત્રાટકશે તે નક્કી છે. ધાર્મિક સહિતના ૯૫૦ દબાણોનું લિસ્ટ તૈયાર કરાયું છે. હાલ સુધી મહાપાલિકાની નોટીસને ટીસ્યુ પેપર સમજીને કચરાપેટીમાં ફેંકી દેનારાઓએ હવે ડિમોલિશનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
રાજકોટ શહેરમાં નદીકાંઠાના વિસ્તારો તેમજ મુખ્ય માર્ગેા ઉપર થઈ ગયેલા ધાર્મિક દબાણો કે જેને દૂર કરવા માટે તંત્રને પરસેવો વળી જતો હોય છે. પરંતુ ટ્રાફિક સમસ્યાના હલ માટે અને અકસ્માતો ઘટાડવા આ પ્રકારના બાંધકામો પણ દૂર કરવા પડશે. તેવી સુચના કોર્ટ દ્રારા આપવામાં આવતા મહાપાલિકાએ પણ ધાર્મિક દબાણો સહિતના ૯૫૦થી વધુ દબાણો દૂર કરવા માટેની તૈયારીઓ શ કરી છે. મોટા ભાગના દબાણો દૂર કરવા માટે અગાઉ નોટીસ અપાઇ ગઇ હોય હવે ફકત ૪૮ કલાકમાં દબાણો ખાલી કરવાનો સમય આપી ગમે ત્યારે મેગા ડિમોલિશન હાથ ધરાશે તેમ મ્યુનિ.સુત્રોમાંથી જાણવા મળેલ છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષેાથી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટો છે. જેના લીધે રોડ રસ્તાઓ સાંકડા બની જતાં ટ્રાફિક સમસ્યાએ પણ વિકરાળ સ્વૂપ ધારણ કર્યુ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્રારા રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાનો આદેશ કર્યેા છે. જે અનુસંધાને કલેકટર વિભાગ દ્રારા દબાણો હટાવવાની કાર્યવાહી શૂ કરાઈ છે અને આ મોકાનો લાભ લેવા માટે મહાનગરપાલિકાએ પણ નદીકાંઠાના વિસ્તારો તેમજ જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં થયેલા ધાર્મિક તેમજ અન્ય ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ૯૫૦ દબાણ કરનારાઓને નોટીસ અપાઇ ચુકી છે પરંતુ દિવાળીના તહેવાર દરમિયાન રાજકીય રજૂઆતના પગલે ડિમોલિશનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. અને હવે તહેવારો પુરા થઈ ગયેલ હોય દબાણો હટાવવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે અગાઉ પણ અનેક વખતનોટીસો અપાઈ ગઈ છે. પરંતુ આજ સુધી કોઈ જાતની શખ્ત કાર્યવાહી થયેલ નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી જમીન ઉપરના દબાણો તેમજ મુખ્ય માર્ગો ઉપર આવતા ધાર્મિક સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ટુંક સમયમાં કામગીરી શરૂૂ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ જંગલેશ્ર્વર વિસ્તારના રોડ રસ્તા ઉપર આવતા વર્ષો જૂના દબાણો તેમજ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે પ્રથમ 950 નોટીસ આપવામાં આવી છે. જે અંતર્ગત દબાણ કતર્ઓિએ જાતે દબાણો દૂર કરવાનો સમય અપાયો છે. છતાં દબાણો દૂર નહીં થાય તો હવે ગમે ત્યારે તમામ ગેરકાયદેસર દબાણોનું ડિમોલેશન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે જ સોમનાથ ખાતે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. હવે ટુંક સમયમાં રાજકોટમાં પણ એક સાથે 950થી વધુ દબાણોનું ડિમોલીશન હાથ ધરાશે.
લાલપરી-રાંદરડા કાંઠે થશે મેગા ડિમોલિશન
પૂર્વ રાજકોટમાં ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલા રાજાશાહી વખતના લાલપરી-રાંદરડા ટ્વિન લેઇક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મેગા ડિમોલિશન કરવું પડે તેમ હોય આ માટે જરૂરી સર્વે કરવા મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઇ દ્વારા ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને આદેશ કરવામાં આવ્યો છે.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઇએ જણાવ્યું હતું કે નૂતન વર્ષમાં લાલપરી રાંદરડા લેઇક ડેવલપમેન્ટ પ્રોજેક્ટને હવે ઝડપભેર આગળ ધપાવવા કાર્યવાહી હાથ ધરાઇ છે અને આ પ્રોજેક્ટ સાકાર થતા રાજકોટને ખરા અર્થમાં એક નવા નજરાણાની ભેટ મળશે. લાંબા સમયથી વિલંબિત થઇ રહેલા આ પ્રોજેક્ટ માટેની તમામ તૈયારીઓ હવે લગભગ પૂર્ણતાના આરે પહોંચી ગઇ છે ત્યારે ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં નડતરરૂપ એવા લાલપરી-રાંદરડા તળાવ કાંઠાના તેમજ સાગરનગર મફતીયા પરા વિગેરે વિસ્તારોના ગેરકાયદે બાંધકામો તથા દબાણો દુર કરવા માટે જરૂરી સર્વે કરવા તેમણે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને આદેશ કર્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ આ બન્ને તળાવ ફરતે 500 જેટલા જુના ગેરકાયદે બાંધકામો અને દબાણો છે છતાં હવે ડિટેઇલ સર્વે બાદ ચોક્કસ ખ્યાલ આવશે. પ્રોજેક્ટમાં નડતરરૂપ તમામ દબાણો દૂર કરવા કાર્યવાહી થશે ત્યારબાદ પ્રોજેક્ટની કામગીરી શરૂ થશે.
આ પ્રોજેક્ટ માટે પયર્વિરણ વિભાગ તરફથી અમુક ક્વેરી આવી હતી અને જેમાં મુખ્યત્વે વોટર બોડી મતલબ કે બન્ને તળાવ કે પયર્વિરણને નુકસાનકતર્િ થાય તેવું કોઈ ડેવલપમેન્ટ કરવાનું નથી ને ? તે બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી હતી જે અંગેનો જવાબ તૈયાર કરી રવાના કરાયો છે જેમાં લાલપરી રાંદરડા ટ્વિન લેઇક ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારનું સિવિલ વર્ક (બાંધકામ) કરવાનું ન હોય અને નૈસર્ગિકતા જળવાય રહે તે રીતે જ ડેવલપમેન્ટ કરવાનું છે તેમ જણાવાયું છે. અનેક એજન્સીઓ પણ આ પ્રોજેક્ટ માટે રસ દાખવી રહી છે ત્યારે પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધે તે માટે મહાપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.
ઉપરોક્ત સ્થળે પ્રદ્યુમન પાર્ક ઝૂ નજીક લાલપરી-રાંદરડા ટ્વિન લેઈક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તેમજ એશિયાટિક લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ સાકાર થતા અહીં એક નૈસર્ગિક ટુરિઝમ સર્કિટ રચાશે અને તે નિહાળવા દેશ- વિદેશના પ્રવાસીઓ રાજકોટ આવતા થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech