મીઠાપુર-આરંભડાના પ્રેમીપંખીડાનો ટ્રેન હેઠળ આપઘાત

  • April 10, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બન્ને ગઈકાલે સવારે બાઈક પર નીકળી ગયા હતા, બપોરે ત્રણેક વાગ્યા બાદ ખંઢેરી નજીક ટ્રેન હેઠળ પડતું મુકી દીધું, એક નહીં ઈ શકતા આત્મઘાતી પગલું ભર્યાનું અનુમાન

દ્વારકા જિલ્લાના મીઠાપુરના આરંભડા ગામના પ્રેમી પંખીડાએ ઘરેી સજોડે નીકળી જઈ રાજકોટના ખંઢેરી નજીક ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધાનો બનાવ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન દફતરે નોંધાયો છે.
રાજકોટ નજીક જામનગર હાઈવે પર ખંઢેરી નજીક બપોરના ત્રણેક વાગ્યા બાદ પસાર તી સૌરાષ્ટ્ર મેલ હેઠળ યુવક-યુવતીએ પડતું મુકી દીધાની અને બન્નેના કપાયેલા મૃતદેહ પડયા હોવાની રાજકોટ રેલવે પોલસી મકે જાણ તા પીઆઈ ઓ.બી.અંસારી તા રાઈટર મેહુલભાઈ ચુડાસમા સહિતના દોડી ગયા હતા.
રેલવે ટ્રેક નજીકી એક બાઈક પણ રેઢુ મળી આવ્યું હતું. બન્ને અજાણ્યા મૃતદેહ હતા. પોલીસે તપાસ કરતા મૃતક યુવકના ખિસ્સામાંી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં મીઠાપુર આરંભડાનું એડ્રેસ હોવાી મીઠાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાનમાં યુવતી સવારી ઘરેી લાપતા હોય યુવતીના માતા-પિતા મીઠાપુર પોલસી મકે પહોંચ્યા હતા. મીઠાપુર પોલીસે રાજકોટ રેલવે પોલીસનો સંપર્ક કરી ત્યાંક્ષ આવેલા ફોટોગ્રાફસ બતાવતા લાશ યુવતીના માતા-પિતાએ ઓળખી બતાવી હતી. આરંભડા ગામે રહેતા માણસીભાઈ મોરભા ડેર વાઢેરે લાશ પુત્રી સુમીબેન ઉ.વ.૧૯ની હોવાનું જણાવ્યું હતું.
જયારે સો રહેલા યુવક મહેન્દ્રસિંહ ઈશ્ર્વરસિંહ વાઘેલા ઉ.વ.૨૨નો મૃતદેહ હોવાનું આદાર કાર્ડ પરી ઓળખ મેળવી હતી. બન્નેના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. લાશને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસની પ્રામિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતા. ગઈકાલે સવારે બન્ને સજોડે બાઈક પર ઘરેી નીકળી ગયા હતા. બપોરે રાજકોટ નજીક ખંઢેરી  પાસે આવીને ટ્રેન નીચે ઝંપલાવી અંતિમ પગલું ભરી લીધું હતું. યુવતીની સાત માસ પહેલા સગાઈ ઈ ગઈ હતી. ચાર બહેન એક ભાઈમાં નાની હતી.
જયારે યુવક બે ભાઈ બે બહેનમાં નાનો હતો. પિતા ઓખામાં કંપનીમાં નોકરી કરે છે. તે પણ કંપનીમાં નોકરી કરતો હતો. બન્ને વચ્ચે પ્રેમ હોવાી અને યુવતીની અન્યત્ર સગાઈ ઈ ગઈ હોય બન્નેના લગ્ન માટે પરિવાર સહમત નહીં બને તેવા વિચારે બન્નેએ સજોડે અનંતની વાઠ પકડી લીધી હોઈ શકે તેવી આશંકા સેવી પોલીસે વધુ તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application