પ્રી- વાઇબ્રન્ટ સમિટ: ફ્યુચરકેમ ગુજરાત: કેમીકલ કેપિટલ ભરૂચમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ પર પ્રિ-સમિટ સેમિનાર યોજાયો

  • December 24, 2023 03:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર ભરૂચની હોટલ હયાત ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે.


આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ભારતમાં એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઇઓ પાર કરી રહ્યો છે.


તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ડબ્બલ એન્જીનની સરકારને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે રોકાણોના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપેલું. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં બે દાયકાની સફળતા પાર કરીને ૨૦૨૪માં ‘ગેટવે ટૂ ધ ફ્યુચર’ ની થીમ સાથે આ  વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં  જણાવતા કહ્યું કે, કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરૂચમાં પ્રિ-વાઇબ્રન્ટર સમિટનું આયોજન કર્યું છે.તેનાથી કેમીકલ ઉદ્યોગને પ્રોત્સાહન અને પૂરકબળ મળશે.


ભારત આજે વર્લ્ડની પાંચમી મોટી ઇકોનોમી છે તેને આ અમૃતકાળમાં ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડટસ્ટ્રિયલ ડેવલપમેન્ટ વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ છે.કેમિકલ્સ એન્ડ્ પેટ્રોકેમિકલ્સ સેક્ટર સસ્ટેઇનેબલ ઇન્ડ્સ્ટ્રિયલ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાનું એક આગવું પરિબળ છે તેમ પણ જણાવ્યું હતું.


કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રેસર ગુજરાતની વાત કરતાં મુખ્ય મંત્રી શ્રી જણાવ્યું કે,કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર ગુજરાતના પરંપરાગત રીતે મજબૂત ક્ષેત્રો પૈકીનું એક છે અને ગુજરાતના અર્થતંત્રના ઝડપી વિકાસમાં તેની મુખ્ય ભૂમિકા છે. ભારતના ડાઈઝ અને ઈન્ટરમીડિયેટ્સના ઉત્પાદનમાં લગભગ ૭૫ ટકા યોગદાન આપે છે 


ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)ની પ્રેઝન્સથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સ સેક્ટર્સમાં બેન્ચમાર્ક સેટ થયો છે. આવી મોટી સંસ્થાઓ સિવાય રાજ્યના સ્ટ્રેટેજિક લોકેશન પર વેપાર અને રોકાણો તેમજ મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ગુજરાતને ભારતનું "પેટ્રો-કેપિટલ" બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે.


મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ૩૩% હિસ્સો છે. જેમાંથી માત્ર રસાયણો અને પેટ્રોકેમિકલ્સનો ફાળો લગભગ ૬૦% છે. જેમાં ડેરિવેટિવ્ઝ, પ્લાસ્ટિક અને પોલિમર મેન્યુફેક્ચરિંગ, ડાયઝ અને પિગમેન્ટ્સના ક્લસ્ટર્સ અને ડાઉનસ્ટ્રીમ કંપનીઓની આ સમગ્ર વેલ્યુ ચેઇન થી ગુજરાત પેટ્રોકેમિકલ અને કેમિકલ્સ સેક્ટરનું હબ બનવા સજ્જ છે.  તે દિશામાં  ભરૂચ ખાતે ૬૭ હજાર કરોડથી વધુ રકમના MoU કરવા સાથે જ  તેમણે ઔધાગિક એકમોને રોકાણ બદલ અભિનંદન આપ્યા હતા.


વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના આગવા વિઝન ને કારણે રોકાણ માટે ગુજરાત  શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે. ઉદ્યોગોના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે. ગુજરાત માં શિરમોર સિદ્ધિ એવો  દહેજનો પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ રિજીયન PCPIR પણ પ્રધાન મંત્રી ના આગવા વિઝનનું પરિણામ છે એમ તેમણે કહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application