ભારતનાં આ મંદિરોમાં ચઢાવાય છે માંસ, મટન અને મચ્છી,ચિકન બિરયાનીનો પ્રસાદ

  • June 01, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિંદુ શાસ્ત્રો પ્રમાણે ઘણા ધર્મોમાં નોનવેજ ખાવું પાપ ગણાતું હોય છે પરંતુ વિચારો કે આ બિરયાની તમને મંદિરમાં પ્રસાદ તરીકે મળે તો? જી હા, દક્ષિણ ભારતમાં એક એવું મંદિર છે, જ્યાં પ્રસાદ તરીકે મટન બિરયાની પીરસવામાં આવે છે. અહીં હજારો લોકો બિરયાની ખાવા આવે છે. ભારતમાં આવા ઘણા મંદિરો છે, જ્યાંની શાંતિ લોકોને ખૂબ જ સુકૂન આપે છે, તો કેટલીક જગ્યાઓનો પ્રસાદ લોકોને ખૂબ જ પસંદ આવે છે.


દક્ષિણ ભારતના મંદિરોમાં પ્રસાદ તરીકે માંસાહારી ખોરાક આપવામાં આવે છે. ભારતમાં ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળો છે, જ્યાં માંસને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ મંદિરો દેશના અલગ-અલગ રાજ્યોમાં આવેલા છે. તમિલનાડુના મુનિયાંડી સ્વામી મંદિરમાં ચિકન અને મટન બિરયાની પ્રસાદ તરીકે આપવામાં આવે છે. વાસ્તવમાં ગુરુસામી નાયડુએ આ ગામના સ્થાનિક દેવતા મુનિયાંડીના નામ પર મુનિયાંડી હોટેલ શરૂ કરી હતી. ત્યારબાદ એક પછી એક અન્ય લોકોએ પણ મુનિયાંડી નામની હોટલ ખોલી. આ તમામ હોટલો તેમના ગ્રાહકોને સ્વાદિષ્ટ નોન-વેજ ફૂડ પીરસવા માટે જાણીતી છે.



સમગ્ર દક્ષિણ ભારતમાં હવે લગભગ 1500 મુનિયાંડી હોટલ છે. હોટેલ માલિકો દર વર્ષે બે દિવસીય મુનિયાંડી ઉત્સવ માટે ભેગા થાય છે, જ્યાં મટન બિરયાની પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. આ રીતે આ તમામ દુકાનદારો તેમના કાર્યની સફળતા માટે તેમના પરિવારના દેવતા મુનિયાંડીનો આભાર માને છે. તાજેતરમાં યોજાયેલા આ ફેસ્ટિવલમાં લગભગ 8 હજાર લોકોને મટન બિરયાની ખવડાવવામાં આવી હતી.



ઓડિશાના પુરીમાં આવેલા બિમલા દેવી મંદિરમાં મટન અને માછલીનો પ્રસાદ આપવામાં આવે છે.આ મંદિરમાં દેવી વિમલાની પૂજા કરવામાં આવે છે અને દુર્ગા પૂજા દરમિયાન તેમને માંસ અને માછલી અર્પણ કરવામાં આવે છે. દુર્ગા પૂજા દરમિયાન પવિત્ર માર્કંડા મંદિરના તળાવમાંથી પકડાયેલી માછલીને રાંધવામાં આવે છે અને દેવીને અર્પણ કરવામાં આવે છે.ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં તરકુલા દેવી મંદિરમાં બકરાનું માંસ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. કેરળના પરાસીનિક કારવુ મંદિરમાં માછલી અને તાડી ચઢાવવામાં આવે છે.આસામના કામાખ્યા દેવી મંદિરમાં માછલી અને માંસ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે.પશ્ચિમ બંગાળના પ્રખ્યાત કાલીઘાટ મંદિરમાં બકરાનું માંસ ચઢાવવામાં આવે છે.બંગાળના તારાપીઠ મંદિરમાં પ્રસાદ તરીકે માછલી અને માંસ ચઢાવવામાં આવે છે.પશ્ચિમ બંગાળના જ દક્ષિણેશ્વર કાલી મંદિરમાં માછલી ચઢાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application