અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપ, ચીનમાં પણ જોવા મળી અસર

  • February 23, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઝિકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપ્ના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપ્ની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 6.8 ની આંકવામાં આવી છે. ભૂકંપ્નું કેન્દ્ર તાઝિકિસ્તાનના મુર્ઘોબના 67 કિલોમીટર પશ્ચિમમાં હતું. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપ ખુબ શક્તિશાળી હતો. તાઝિકિસ્તાન અને ચીનના આંતરિયાળ પશ્ચિમ સરહદ પર શિનજિયાંગ પ્રાંતમાં આજે સવારે જમીન ધ્રુજી ઉઠી. આ ભૂકંપ્નું કેન્દ્ર 20 કિલોમીટર ઊંડે હતું. મળતી માહિતી મુજબ આ વિસ્તાર બહુ વસ્તીવાળો નથી.
અફઘાનિસ્તાનમાં ભૂકંપ સવારે 6.07 મિનિટ પર અનુભવાયો. ભૂકંપ્નું કેન્દ્ર ફેઝાબાદથી 265 કિલોમીટર દૂર છે. ઞજૠજ  ના જણાવ્યાં મુજબ તાઝિકિસ્તાનમાં સવારે 6.07 વાગે 6.8ની તીવ્રતાનો ભૂકંપ્નો આંચકો અનુભવાયો. ચીન સાથે જોડાયેલા સરહદ પાસે ભૂકંપ્ની અસર જોવા મળી. બીજી બાજુ ચીન ભૂકંપ નેટવર્ક સેન્ટરે કહ્યું કે ભૂકંપ્ની તીવ્રતા 7.2ની હતી અને તેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. જો કે વિવિધ ભૂકંપ એજન્સીઓ દ્વારા શરૂઆતના ભૂકંપ્ના માપ અલગ અલગ હોઈ શકે છે. ભૂકંપ અંગે હજુ વધુ જાણકારી મળી શકી નથી. જો કે ભૂકંપ ખુબ શક્તિશાળી છે. એવી આશંકા છે કે તેનાથી મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે.

તુર્કીના એન્ટીઓકમાં ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 4.42 વાગે ભૂકંપ્ના ઝટકા મહેસૂસ થયા. ભૂકંપ્ની તીવ્રતા 4.2ની જોવા મળી. આ અગાઉ આ જ મહિને તુર્કી અને સીરિયામાં ભૂકંપે ખુબ તબાહી મચાવી છે. તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં અત્યાર સુધીમાં 46 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. એકલા તુર્કીમાં ભૂકંપથી 2 લાખથી વધુ એપાર્ટમેન્ટ તબાહ થયા. ભૂકંપમાં ભારત તરફથી તુર્કીમાં મદદ માટે એનડીઆરએફ, ડોક્ટરોની ટુકડી, દવાઓ, રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. જેને ત્યાં મન દઈને કામ કર્યું અને સમગ્ર દુનિયામાં પોતાના કામ થકી પ્રશંસા મેળવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application