અચ્છા ચલતા હું દુવાઓ મેં યાદ રખના... એવું મોબાઇલમાં સ્ટેટસ મુકી યુવકે ડેમમાં ઝંપલાવ્યું

  • December 02, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મહારાજા સોસાયટીમાં રહેતા ૧૬ વર્ષની વયના એક તરૂણે કોઈ અગમ્ય કારણોસર વિજરખી ડેમમાં ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં માતમ છવાયો છે. મૃતક યુવકે અચ્છા ચલતા હું દુવાઓમાં યાદ રખના એવું ગીત સાથેનું મોબાઇલમાં સ્ટેટસ મુકીને કોઇ કારણસર પગલુ ભરી લીધુ હતું.
જામનગરમાં કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતા અબ્દુલ કાદિર અબાઅલી કેરુન નામના ૧૬ વર્ષના આરબ જ્ઞાતિના તરુણે કોઈ અગમ્ય કારણોસર જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર આવેલા વિજરખી ડેમમાં ઝંપલાવી દઇ આત્મહત્યા કરી લીધી છે.
 આ બનાવ અંગે સુલતાનાબેન અબ્બાભાઈ આરબે પોલીસને જાણ કરતાં પંચકોષી-એ. ડિવિઝનના પી.એસ.આઇ જે.પી. સોઢા અને તેમના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કઢાવ્યો હતો. અનેવમૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે માતમ છવાયો છે.
તરુણ કાંઠે ઉભો રહ્યો હતો, અને વીજરખી ડેમ અને પોતાનો ચહેરો દેખાય તે રીતે પોતાના મોબાઈલમાં શુટીંગ કર્યું હતું, અને અચ્છા ચલતા હું, દુવાઓ મેં યાદ રખના વાળુ ગીત સાથે નો વિડીયો બનાવી તેનો સ્ટેટસ પોતાના મોબાઈલ ફોનમાં મૂક્યું હતું, અને ડેમના કાંઠે મોબાઈલ છોડીને પોતે આપઘાત કરી લીધો હતો. જે સ્ટેટસ ના આધારે આત્મહત્યા કરી લીધી છે, તેવી જાણકારી મળી હતી.
***
શેખપાટ સીમમાં વિજ કરન્ટ લાગતા વૃઘ્ધનો ભોગ લેવાયો
જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા ગોકરભાઇ ભીમાભાઇ ચાવડા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધ ગત તા. ૨૮ના રોજ ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ઓરડી પાસે લેમ્પ બદલવાનું કામ કરતા હતા દરમ્યાન હાથમાં વિજશોક લાગતા બેભાન થઇને નીચે પડી જતા તેમને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેને મૃતક જાહેર કર્યા હતા.આ બનાવ અંગે શેખપાટ ગામમાં રહેતા કરમશી ગોકરભાઇ ચાવડાએ પંચ-એમાં જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application