લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ભાજપમાં લોકસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયો ખુલી ગયા છે અને પ્રચાર કણા સમયથી શ થઈ ગયો છે બીજી બાજુ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને એનસીપી હજુ ચિત્રમાં દેખાતી નથી. પરંતુ ગયા શનિવારે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આ ત્રણેય રાજકીય પક્ષોમાં સોગઠાબાજી ગોઠવવાનું શ થઈ ગયું છે.
રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી સાથે ચર્ચા કરી હતી આવી જ રીતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બે દિવસ પહેલા જ કોંગ્રેસ છોડીને શરદ પવારની એનસીપીમાં જોઈન્ટ થયેલા ચંદુભાઈ વઘાસીયાને એનસીપીના ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ સોંપી લેવામાં આવી છે અને ચંદુભાઈ વઘાસીયા લોકસભાની રાજકોટ બેઠક પર એનસીપીમાંથી ચૂંટણી લડે તેવી વાતો શ થઈ ગઈ છે. કોંગ્રેસે અત્યાર સુધી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં નવ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. હજુ ૧૭ ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે.
ભચ અને ભાવનગરમાં પણ કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી અને આ બંને બેઠકો આમ આદમી પાર્ટી લડવા માગતી હોવાથી વ્યૂહ રચનાના એક ભાગપે કોંગ્રેસે હજુ આ બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા નથી.ચંદુભાઈ વઘાસિયા ૨૦૦૭માં કોંગ્રેસ અને એનસીપી વચ્ચેના સમાધાનના ભાગપે ગોંડલ બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડા હતા અને તેમનો વિજય થયો હતો. જયરાજસિંહ જેવા તાકાતવાળા ઉમેદવારને તેમણે હરાવ્યા હતા.
આ ત્રણેય રાજકીય પક્ષો જો ભાજપ સામે એકલા હાથે લડે તો ખર્ચના મામલે ખેંચાઈ જવા જેવી સ્થિતિ ઊભી થાય. બૂથ વાઇસ સંગઠનના પણ અનેક પ્રશ્નો ઊભા થાય અને સૌથી મોટી સમસ્યા મતના વિભાજનની છે. મહાનગરપાલિકાઓની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ આ અનુભવ કરી લીધો છે અને તેથી બે વચ્ચેની આંતરિક લડાઈમાં ભાજપ આવી ન જાય તેવો વ્યુહ ગોઠવાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. રાષ્ટ્ર્રીય કક્ષાએ ઇન્ડિયા ગઠબંધન સાકાર થાય કે ન થાય પરંતુ ગુજરાતમાં આ દિશામાં ગંભીરતાથી પ્રયાસો થઈ રહ્યા છે. જોકે આ ત્રણેય પક્ષો સ્થાનિક કક્ષાએ સમજૂતી કર્યા પછી ફાઇનલ મંજૂરી માટે દિલ્હી દરખાસ્ત મોકલાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech