પોરબંદર નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કર્મીઓનો વહેલીતકે પગાર ચુકવી દેવો જ‚રી:કોંગ્રેસ

  • August 20, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કર્મચારીઓનો પગાર ચુકવાયો નથી ત્યારે તેને વહેલીતકે ચુકવી દેવા કોંગ્રેસ દ્વારા માંગ થઈ છે.
પોરબંદર-છાંયા નગરપાલિકા મર્જ થયું એ પહેલાં જયારે છાયાં નગરપાલિકા અલગ હતી,ત્યારે ક્યારેય કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓના પગાર રોકાયા નથી, તેમજ પાલિકાઓ મર્જ થયા પહેલા પોરબંદર પાલિકામાં પણ ચડત પગારની સમસ્યાઓ સર્જાણી નથી, પરંતુ જ્યારથી પોરબંદર અને છાંયાને મર્જ કરી સંયુક્ત પાલિકા બનાવવામાં આવી ત્યારથી કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓના પગાર અનિયમિત થવા, અટકી જવા, ચાર-પાંચ માસના પગાર ચડત થઇ જવા જેવી ઘટનાઓ વારંવાર બને છે. આ અંગેની રજુઆત કોંગ્રેસને મળવા પામી છે.
લોકોની સમસ્યાનું સમાધાનએ કોંગ્રેસનો મુખ્ય અને અગ્રીમ ઉદેશ્ય હોવાથી સીનીયર આગેવાન ભાર્ગવ જોશીએ સફાઈ કામદારોના ચડત પગાર અંગે કેટલાંક સફાઈ કામદારો, પાલિકાના કેટલાંક પુર્વ સદસ્ય તેમજ સેનેટરી વિભાગની સમજ ધરાવતા લોકો પાસેથી માહિતી એકત્ર કરી તો જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓના પગાર પેટેની ગ્રાન્ટ રાજય સરકાર તરફથી પાલિકાને અલગથી મળે છે, કોઈ-કોઈ વખત આ ગ્રાન્ટ સરકાર તરફથી એકાદ માસ ચડત પણ થાય છે.પરંતુ એક માસથી વધુનો સમય પાલિકા પાસે એટલે ચડત થઈ જાય છે કે,પાલિકા તંત્ર ઘણીવાર પગારની ગ્રાન્ટની રકમનો ઉપયોગ અન્ય કામો કે અન્ય ખર્ચમાં કરી લેતું હોવાથી બાદમાં પગાર ચડત જેવી ઘટનાઓ બને છે.અને કોઈક વખત આ ઘટના બેકાબુ બની જતા પગાર ચારથી પાંચ માસ સુધી ચડી જાય છે.ઘણીવાર નિહિત એજન્સીઓ પણ પગાર કરવામાં બિંનજરૂરી વિલંબ કરતુ હોવાથી પણ પગાર મોડા અને અનિયમિત થાય છે.
જયારે પાલીકાઓનું મર્જ થયું એ પહેલાના પુર્વ પ્રમુખોના શાસન વખતે પગારના વિલંબ જેવી સમસ્યા ક્યારેય ઉદભવતી ન હતી, જેનો અર્થ એ થયો કે જેતે વખતે શાસન સુચા‚‚પે ચાલતું કહી શકાય. આ અંગે આખા વિષયનો નજીકથી અભ્યાસ કરનાર કોંગ્રેસ પ્રવક્તા જણાવે છે કે,કેટલાક સમયથી પાલિકા શાસનમાં અણ-આવડત અને ગેર-વહીવટ ઘર કરી ગયા છે, તેમજ સત્તામાં ઉંડી પેઠ ધરાવતા કેટલાંક કઠપુતલી નેતાઓ ભયમુક્ત ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાના નિરર્થક પ્રયાસ કરી લેતા હોય છે, જેથી આ દુષણને ડામવા પાલિકામાં સત્તાનું પરિવર્તન કરવું ખુબ જરૂરી બની ગયું છે.સત્તામાં બદલાવ જ સત્તાનો ન દેખાતો ભ્રષ્ટાચાર ડામી શકે તેમ છે તેવું પ્રવક્તા જોશી જણાવે છે.સફાઈ કામદારો જ નહી અન્ય કામદારો કે જેઓ કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતાં હોય એ બધા માટે પગારનો વિલંબ એમની નીજી સમસ્યાઓમાં વધારો કરે છે, ત્યારે તેમના પગારના પૈસા અન્ય કામોમાં કે અન્ય ખર્ચમાં ઉપયોગ કરવો એ વહીવટી કુશળતા હરગીઝ નથી અને એને વહીવટી અણઆવડત કહેવામાં કાઈ ખોટું પણ નથી.આથી પાલિકા તેનો વહીવટ સુધારે એ જરૂરી બને છે.વધુમાં જણાવતા પ્રવક્તાએ સત્તાપક્ષને ટોણો મારતા જણાવ્યું હતું કે કાબેલ લોકોને જ જવાબદારીભર્યા પદ આપવા જોઈએ, જેનામાં વહીવટી નિપુણતાઓ ભરપુર હોય.આ વખતે તહેવારો પહેલા સફાઈ કામદારોના પગારને ચડત કરવાની ચેષ્ટા કરીને તેમની માનસીક શાંતિ સાથે ખીલવાડ કરનાર પાલિકા તંત્ર આગળ ઉપર હવે ક્યારેય આમ ન થવા દે તેવી કોંગ્રેસ અપેક્ષા રાખે છે.તેવુ ભાર્ગવ જોશીએ જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application