પોરબંદર ભાજપના જિલ્લા ચુંટણી અધિકારીએ પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને આગેવાનો સહિત ધારાસભ્યો સાંસદ તથા પુર્વ કેબિનેટ મંત્રી અને આગેવાનો સાથે બેઠક કરી હતી.
પોરબંદર જિલ્લા ભાજપના ચુંટણી અધિકારી ભરતભાઈ મેરે જિલ્લા મથકે પહોંચી ત્યાં વ્યક્તિગત રીતે આગેવાન કાર્યકર્તાની મુલાકાત કરી હતી,ત્યારબાદ પોરબંદર ચોપાટી સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતુ,જિલ્લાના મુખ્ય આગેવાનો સાથે બેઠક કરી જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સાથે સંગઠન પર્વ વિશે વિષદ ચર્ચા કરી.પોરબંદરના તાજાવાલા હોલમાં વિશાળ સંખ્યામાં મળેલ જિલ્લા ભાજપના સ્નેહમિલન સમારંભમાં હાજરી આપી હતી.વ્યક્તિગત રીતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી.જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે જિલ્લા કાર્યશાળા યોજી અને ઉપસ્થિત કાર્યકર્તાઓ ઓને સંગઠન પર્વ અને બુથ સમિતિ ગઠન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આગેવાનો સાથે મુલાકાત કરી સંગઠન પર્વ વિશે ચર્ચા કરી હતી.પુરક કાર્યશાળામાં હાજરી આપી,જિલ્લાના છ મંડલોમાં આયોજિત મંડલ કક્ષાની સંગઠન પર્વ કાર્યશાળામાં ઉપસ્થિત રહી સમયસર અને આયોજનબદ્ધ રીતે બુથસમિતિ ગઠન કઈ રીતે કરી શકાય તે વિષય લીધો,ત્યારબાદ જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને પાંચ છ કાર્યકર્તાઓ સાથે વ્યક્તિગત મુલાકાત અને રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે કર્યું હતુ.ત્યારબાદ જિલ્લા કાર્યાલય ખાતે યોજાયેલ પુરક કાર્યશાળામાં હાજરી આપી અને ત્યારબાદ યોજાયેલ પોરબંદર શહેર અને પોરબંદર તાલુકા મંડલ ની કાર્યશાળામાં હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતુ.રાણાવાવ તાલુકો પંચાયતના સભાખંડોમાં યોજાયેલ રાણાવાવ નગર અને ત્યારબાદ રાણાવાવ તાલુકા કાર્યશાળામાં ઉપસ્થિત રહી સંગઠન પર્વ બુથ ગઠન બાબતે વિસ્તારપુર્વક માર્ગદર્શન આપ્યું હતુ.કુતિયાણા સ્થિત સુદામા ડેરીના સભાખંડમાં કુતિયાણા તાલુકા અને કુતિયાણા શહેરની કાર્ય શાળામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ.આમ તમામ કાર્ય શાળા બે દિવસમાં પુર્ણ કર્યું હતુ.તેમના આ પ્રવાસ દરમિયાન જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) પોરબંદર અને રાણાવાવ કાર્યશાળામાં અશોકભાઈ મોઢા,ખીમજીભાઇ મોતિવારસ,અને સિનિયર આગેવાન પોરબંદર મંડલ સહયોગી કેતનભાઇ દાણી પોરબંદર કાર્યશાળામાં ઉપરાંત નિલેશભાઈ મોરી રાણાવાવ અને કુતિયાણાની કાર્યશાળામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખો એવા સિનિયર આગેવાનો વિજયભાઈ થાનકી (સહ ચૂંટણી અધિકારી) અને અરજણભાઈ ભુતિયા (સહચુંટણી અધિકારી) આ તમામ કાર્યશાળા અને આગેવાનો સાથેની મુલાકાતમાં સતત સાથે રહ્યા હતા.કુતિયાણા ખાતે કાર્યશાળા સમાપન બાદ જિલ્લા દુધ સંઘના ચેરમેન ભરતભાઈ ઓડેદરાએ પણ ખુબ જ આગતા સ્વાગતા કરી તથા ઉપસ્થિત સહકારી આગેવાનો સાથે પણ મુલાકાત કરાવી હતી.ત્યારબાદ ભાવનગર જવા રવાના થયા હતા. તેમ પોરબંદરના જીલ્લા ચુંટણી અધિકારી ભરતભાઈ મેરે જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech