પોરબંદર ‘આજકાલ’ પરિવારે આપી ખાસ હાજરી

  • October 11, 2024 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં નવરાત્રિનું મહાપર્વ અંતીમ તબક્કામાં છે અને પોરબંદર શહેરમાં ઠેર-ઠેર નવરાત્રિ રાસોત્સવના  આયોજનો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે પોરબંદરના એકમાત્ર કલરફૂલ સાંધ્યદૈનિક ‘આજકાલ’ના નિવાસી તંત્રીએ સહપરિવાર જુદા-જુદા રાસોત્સવમાં હાજરી આપીને આયોજકોને બિરદાવ્યા હતા.
પોરબંદર ‘આજકાલ’ના નિવાસી તંત્રી પાર્થ જોષી તથા તેમના પત્ની કીર્તનાબેન જોષી અને પુત્રી સનાયા સહિત જોષી પરિવારે શહેરના જુદા-જુદા નવરાત્રિ રાસોત્સવમાં  ખાસ હાજરી આપી હતી અને કીર્તનાબેન જોષી અને સનાયાએ રાસગરબાના મેદાનમાં ઉતરીને ગરબે ઘુમતી મહિલાઓ અને યુવતીઓ સાથે ગરબે ઘુમીને રમઝટ બોલાવી હતી. ‚મઝુમ રાસોત્સવમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારીયા સહિત તેમની ટીમે તેઓને મીઠો આવકાર આપ્યો હતો.લીયો પાયોનીયર, રમઝટના આયોજનમાં પણ સહપરિવાર હાજરી આપતા ‘સારા સંબંધોનો સરવાળો એટલે સન્માન’ નો મોમેન્ટો પાયોનીયર કલબના આયોજકો પ્રવીણભાઇ ખોરાવા અને ભરતભાઇ લાખાણીના માર્ગદર્શન નીચે મનોજભાઇ બદીયાણીએ  નિવાસી તંત્રી પાર્થ જોષીને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા અને ડી.વાય.એસ.પી. ઋુતુ રાબા સહિત હિરલબા જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનમાં પાર્થ જોષીની સાથે ડો. પારસ મજીઠીયા પણ જોડાયા હતા.
પોરબંદરમાં ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરજ પેલેસ ખાતે આશાપૂરા ગરબીનું આયોજન હીરલબા જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યુ છે ત્યાં પણ પાર્થ જોષીએ સહપરિવાર હાજરી આપી હતી અને હીરલબા જાડેજાના આયોજનને અને તેની સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News