રાજકોટ શહેર પોલીસમાં હેડકવાર્ટરમાં ફરજ બજાવતા ધર્મરાજસિંહ હેતુભા જાડેજા નામના પોલીસમેને મૂળ દેવભૂમિ દ્રારકાની વતની અને હાલ રાજકોટમાં રહેતી મહિલાને ઈસ્ટાગ્રામ મારફતે પરિચય થતાં પ્રેમજાળમાં ફસાવી લની લાલચ આપી બે વર્ષ દરમિયાન વારંવાર શારિરિક શોષણ કરી ત્યજી દેતા આરોપી પોલીસમેન સામે તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ સહિતના આરોપસર ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના પગલે શહેર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ ફરિયાદની પ્રા થયેલી વિગતો મુજબ દેવભૂમિ દ્રારકાની વતની અને હાલ રાજકોટમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસેના વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શીતલ પાર્કમાં રહેતા પોલીસમેન ધર્મરાજસિંહ હેતુભા જાડેજાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી છેલ્લા સાતેક વર્ષથી અહીં રાજકોટમાં રહે છે બે વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામ મારફત ધર્મરાજસિંહ સાથે સંપર્ક થયો હતો બાદમાં બંને વચ્ચે નંબરની આપ લે થઈ હતી ત્યારબાદ બંને વાતચીત કરતા હતા અને પ્રેમ સંબધં બંધાયો હતો. બંને એકબીજાને અવારનવાર બ મળતા હતા.
દરમિયાન ધર્મરાજસિંહ યુવતીને કહ્યું હતું કે, તેના લ થઈ ગયા છે પરંતુ ત્યાંથી છૂટું થઈ જશે ત્યારબાદ તે તેની સાથે લ કરશે ત્યારબાદ બંને અલગ અલગ જગ્યાએ દ્રારકા, કબરાઉ, સરધાર ફરવા ગયા હતા અને તેણે કહ્યું હતું કે યાં સુધી તેને છૂટું ન થાય ત્યાં સુધી તેણે પોતાનો લેટ રહેવા માટે આપ્યો હતો અને યુવતી અહીં રહેતી હતી તથા આરોપી પણ તેની સાથે રહેતો હતો. આરોપીએ લ કરવાનું કહી લેટમાં યુવતી સાથે અવારનવાર શરીર સંબધં બાંધ્યો હતો.
આ દરમિયાન યુવતીએ આરોપીને મકાન લેવા માટે રૂપિયા પાંચ લાખ ગુગલ પૈથી આપ્યા હતા બાદ બંને વચ્ચેના પ્રેમ સંબંધની જાણ આરોપીના પરિવારને થઈ જતા આરોપીએ સંબધં ઓછો કરી નાખ્યો હતો.
છેલ્લે તારીખ ૨૦–૧૦–૨૦૨૪ ના તે અહીં ફલેટે આવ્યો હતો અને યુવતી સાથે સંબધં બાંધ્યો હતો. ત્યારબાદ આરોપીના પરિવારના સભ્યો ત્રણેક મહિના પહેલા અને લેટ પર આવ્યા હતા અને લેટ ખાલી કરવાનું કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ યુવતી સાથે સંબધં પૂરો કરી નાખ્યો હતો અને મહિલાનો ફોન પણ રિસિવ કરતો ન હતો.
દુષ્કર્મ ગુજારીને પોલીસમેને તરછોડી દેતા સમગ્ર મામલે મહિલાએ દોઢેક માસ પહેલા ડીસીપી ઝોન–૨ને ફરિયાદ કરી હતી અને તે બાબતે તપાસ કરાઈ હતી. જે તે સમયે ધર્મરાજસિંહ એલસીબી ઝોન–૧માં ફરજ બજાવતા હતા અને આ ફરિયાદના પગલે તેમની બદલી હેડ કવાર્ટરમાં કરી નાખવામાં આવી હતી. મહિલાએ આપેલી અરજી અને તપાસ બાદ તાલુકા પોલીસે હેડ કવાર્ટરમાં ફરજ પર રહેલા પોલીસમેન સામે દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડની તજવિજ હાથ ધરી છે. તાલુકા પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આરોપી પોલીસ મેન હેડકવાર્ટરમાં બદલી થયા બાદ સીકલીવ પર ઉતરી ગયો હતો. ગુનો નોંધાતા હવે ગમે ત્યારે સસ્પેન્ડ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech