આવતીકાલથી શ થનાર નવરાત્રી મહોત્સવ અંતર્ગત જિલ્લ ામાં પ્રાચીન અર્વાચીન મળી અંદાજિત કુલ ૬૪૯ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. દસ દિવસ દરમિયાન સુરક્ષા માટે ગ્રાઉન્ડમાં બોડી વોર્ન કેમેરા સાથે શી ટીમ, વિવિધ ગુન્હાઓમા સંડોવાયેલા ૩૮૦૦ ઈસમ પર વોચ, બ્રેક એનેલાઇઝેસર, ડ્રગ્સ કીટ સાથે ગર્વ અને કયુઆરટી ટીમ દ્રારા તપાસ થશે ગ્રાઉન્ડમાં ડ્રોન કેમેરા શૂટિંગ દ્રારા બાજ નજર રાખવામાં આવશે ગઈકાલે એસપી દ્રારા ગરબાના આયોજકો સાથે બેઠક યોજી હતી.જેમા રાસોત્સવ પરથી સ્વયંસેવક કે આયોજક નશો કરેલ ઝડપાશે તો બીજા દિવસે ગરબાનું આયોજન રદ કરવામાં આવશે. આ ઉપરાંત લાઇટિંગ રાખવા, રાસ ગરબા રમતી વખતે મહિલાઓની સાવચેતી, સાયબર સહીતની તકેદારી રાખવા જણાવ્યું હતું.
નવરાત્રીનું કાઉન્ટ ડાઉન શ થયું છે.રાસ ગરબા આયોજન દ્રારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.જૂનાગઢ જિલ્લ ામાં ખાનગી પાર્ટી પ્લોટ પર કોમર્શિયલ, જ્ઞાતિ સમાજના અર્વાચીન ગરબા તથા અંદાજિત ૫૫૯ સ્થળોએ નાની બાળાઓની પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે.તમામ સ્થળોએ ખેલૈયાઓ અને લોકોની સલામતી જળવાઈ તે માટે પોલીસ દ્રારા બંદોબસ્તનો એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા ,એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા , ઠક્કરના નીદર્શન હેઠળ બંદોબસ્ત રાખવામાં આવશે. એલસીબી પીઆઈ પટેલ, એસઓજી પી આઈ ચાવડા તથા સ્થાનિક પોલીસ દ્રારા બંદોબસ્ત રાખવામાં આવશે.નવરાત્રીના આયોજકોને સીસીટીવી કેમેરા લગાવવા, પાકિગ વ્યવસ્થા માટે તાકીદ કરવામાં આવી છે. મહિલાઓની સલામતી માટે જિલ્લ ામાં બોડી વોર્ન કેમેરા સાથે ૧૮ શી ટીમ સિવિલ ડ્રેસમાં ગ્રાઉન્ડ પર બંદોબસ્તમાં રહેશે. નશો કરી રમવા આવતા ખેલૈયાને ઝડપવા બ્રેથ એને લાઇઝર, અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે ૫ ટીમ વિસ્તારોમાં તપાસ કરશે. જિલ્લ ામાં ચોરી, લૂંટ, આર્મસ એકટ,એનડીપીએસ સહિતના ગુન્હાઓમાં રહેલા ૩૮૦૦ આરોપી નજર રાખવામાં આવશે. મોબાઇલ ચોરી, ચીલ ઝડપ સહિતના ગુન્હા ઓને શહેર અને જિલ્લ ામાં ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ વોચ રાખશે.ફાયર સેફટી જાળવવા, પાર્ટી પ્લોટ બહાર ટ્રાફિક અડચણપ વાહનોને ટોઈંગ કરાશે.
શહેર અને માંગરોળમાં બે પીએસઆઈ ,૩૫ કર્મીઓ સાથે બે ગર્વની અને કયુઆરટી ટીમ ટીમ સ્ટેન્ડ બાય રહેશે. સલામતી માટે લોકોને મોબાઈલ ફોનના સેટિંગમાં ગુગલ લોકેશન ફીચર ઓન મૂડમાં રાખવા જણાવ્યું છે.પોલીસ દ્રારા ગરબાના આયોજકો પાસેથી ખેલૈયાઓની સંખ્યા અને આયોજન પણ વિગતો મેળવવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech