શાપરમાં શેડમાંથી ૪૩૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી લેતી પોલીસ

  • December 19, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપરમાં રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે શેડમાંથી પોલીસે રૂપિયા ૨.૦૮ લાખની કિંમતનો ૪૩૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસમાં મથકના પી.એસ.આઇ આર.કે.ગોહિલની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે શાપર વેરાવળ પાસે પર મસ્તક ફાટક નજીક રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગીતાંજલિ મેટલ કારખાના પાસે આવેલા શેડમાં પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસે અહીં તપાસ કરતા શેડના પાછળના ભાગે દરવાજા પાસે ગેલેરીમાં પુઠાના બોક્સ પડ્યા હોય જે બોક્સ જોતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીંથી અલગ-અલગ બ્રાન્ડની રૂપિયા ૨.૦૮ લાખની કિંમતનો ૪૩૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.દારૂના આ જથ્થા સાથે શેડ ભાડે રાખનાર નરેશ વાલજીભાઈ કાંજિયા(ઉ.વ ૫૨ રહે. કુવાડવા રોડ ગુરુદેવ પાર્ક ૧ રાજકોટ, મૂળ અગામી પીપળીયા તા.વાંકાનેર)ને ઝડપી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી દારૂનો આ જથ્થો મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૨,૧૦,૭૪૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી દારૂ કોની પાસેથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે તપાસી યથાવત રાખી છે. આ કામગીરીમાં શાપર વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ રોજાસરા, દિલીપભાઈ વેજિયા, રાજેશભાઈ વાવડીયા, કોન્સ્ટેબલ અરવિંદભાઈ બારૈયા સહિતનાઓ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application