રાજકોટ શહેરમાં વોર્ડ નં.૨માં અશાંત ધારાના નિયમનો મિલકત લે–વેચમાં ઉલાળીયો થતો હોવાની ઉઠેલી ફરિયાદોને લઈને કલેકટર તત્રં બાદ હવે પોલીસ વિભાગે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. આજે ગાંધીગ્રામ પોલીસ જરૂરી બંદોબસ્ત સાથે રૈયારોડ પર સુભાષનગર, નહેરૂનગરમાં ઉતરી હતી અને જયાં ફરિયાદો મળી હતી ત્યાં ડેલીઓ ખખડાવીને ચેકીંગ કરાયું હતું. મિલકતનોના દસ્તાવેજી પુરાવાઓ મગાયા હતા. પોલીસના ચેકીંગથી વિસ્તારમાં ચહલપહલ થઈ પડી હતી. પોલીસે પ્રાથમિક તબક્કે એક પુરુષ અને મહિલા સામે જાહેરનામા ભંગનો ગાંધીગ્રામ પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. જરૂરી દસ્તાવેજો ચેક કરાયા બાદ આવી મિલ્કતોમાં કોઇ ગેરરીતી માલૂમ પડશે તો મિલકત ધારકો સામે અન્ય કલમો હેઠળ પણ ગુના નોંધાય શકે તેવી સંભાવના છે.
રાજકોટ શહેરમાં અશાંત ધારા હેઠળ સમાવિષ્ટ્ર થયેલા વિસ્તારોમાં હિંદુઓ અન્ય કોઈને પ્રોપર્ટી વેચી ન શકે કે મુસ્લિમો આવી પ્રોપર્ટી લઈ ન શકે. હિન્દુ–મુસ્લિમ બન્ને સમુદાય માટે આવા અશાંત ધારા વિસ્તારોમાં મિલકત લે–વેચના નિયમો લાગુ પડે અને બન્નેએ મિલકત ખરીદ વેચાણ માટે કલેકટર તંત્રની પુર્વ મંજુરી લેવી પડે અને ત્યારબાદ દસ્તાવેજ રજીસ્ટર્ડ થઈ શકે.
શહેરના વોર્ડ નં.૨માં અશાંત ધારાના નિયમનો અમલ થતો ન હોવાનું અને જવાબદાર તંત્રવાહકો, કર્મચારીઓ આખં આડા કાન કરતા હોવાથી અથવા તો દસ્તાવેજોમાં લેનાર–વેચનાર બન્ને હિંદુ હોય પરંતુ મકાનમાં મુસ્લિમ કે અન્ય સમુદાયના લોકો વસવાટ કરતા હોવાના આક્ષેપો સાથે ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને અન્ય ભાજપ અગ્રણીઓ દ્રારા ગત સાહે કલેકટર કચેરીએ દોડી આવી કલેકટરને મળીને લેખીત રજુઆત કરાઈ હતી.
રજુઆત સંદર્ભે કલેકટર દ્રારા પ્રાંત–૧ને તપાસ સોંપાઈ હતી અને આવા કેસ પોતે પણ રીવ્યુ કરશેનું જણાવ્યું હતું. કલેકટર તંત્રની તપાસમાં આવા ૧૬ જેટલા કેસમાં મહત્તમ મકાન વેચવાની મંજુરી યોગ્ય હોવાનું અન્યોમાં તપાસ ચાલુ કે પુરા સરનામા ન મળતા તપાસ ત્યાં અટકી હતી. કલેકટર તત્રં સાથે હવે પેરેલલ પોલીસે પણ અશાંત ધારા મામલે સ્થળ પર ચેકીંગ ક્રોસ વેરીફીકેશન આરંભ્યું છે.
આજે ગાંધીગ્રામ પીઆઈ કે.જે.કરપડા તેમજ સ્ટાફ તથા અન્ય સુરક્ષા કર્મીઓ પુરા બંદોબસ્ત સાથે સુભાષનગર, નહેરૂનગરમાં સવારથી ચેકીંગમાં પહોંચ્યા હતા. જે મિલકતોની ફરિયાદો હતી આવી ૧૬ જેટલી મિલકતોમાં સ્થળ પર જઈને અંદર કોણ
(અનુ. ૧૧મા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech