દ્વારકામાં નગરપાલિકા કચેરીની પાછળના ભાગે એક પ્રાથમિક શાળા સામે રહેતા મંગા મુરુભાઈ ચાનપા નામના ૨૫ વર્ષના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની માહિતી સ્થાનિક પોલીસ સ્ટાફને મળતા આ અંગે પી.આઈ. ટી.સી. પટેલના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસ સ્ટાફે આ સ્થળે દરોડો પાડયો હતો.
અહીં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા મંગા મુરૂ ચાનપા, કિશોર રામજી કારાણી, મનોજ ઉર્ફે રાજ ખીમજી ચાનપા, દિલીપ ઘેલાભાઈ ચાનપા, વિનુ ગોદળ માંગલીયા, નિરંજન હરીશભાઈ ચાનપા, દેવા સોમાભાઈ હાથીયા અને ખેંગાર વેજા માંગલીયા નામના આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૧૫,૧૫૦ રોકડા તથા રૂપિયા ૧૫,૫૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૩૦,૬૫૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
**
કોટવાળ ફળીમાં તિનપત્તીની મોજ માણતા ૬ શખ્સ સકંજામાં: રોકડ અને સાહિત્ય કબ્જે લેતી પોલીસ
જામનગરના શાક માર્કેટ પાસે કોટવાળ ફળી રોડ પર જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ૬ શખ્સોને રોકડા અને ગંજીપતા સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા.
શાક માર્કેટ નજીક કોટવાળ ફળી રોડ પર તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડીને ગંજીપતા વડે જુગાર રમતા કોટવાળ ફળી સોઢાનો ડેલો ખાતે રહેતા સીરાજ કરીમ કુરેશી, મોહનનગર આવસ બ્લોક ૩૦૬માં રહેતા કિશોર હીરાલાલ ચૌહાણ, કોટવાળ ફળીમાં રહેતા અરવિંદ બાબુલાલ મકવાણા, પટેલ કોલોની-૯, આસુતોષ એપાર્ટમેન્ટ બ્લોક ૧૦૧માં રહેતા અતુલ ભીમજી ગોહીલ, સોઢાના ડેલામાં રહેતા રમેશ રામજી પરમાર અને મુસ્તુફા કરીમ કુરેશી નામના છ શખ્સોને રોકડા ૬૦૭૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech