ખીજડીયાના બે શખ્સ સામે ફરીયાદ : આઇસર કબ્જે
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર લૈયારા ગામના પાટીયા પાસે એક આઇસરમાં ખીચોખીચ બાંધીને લઈ જવામાં આવી રહેલા ૧૦ વાછરડાઓને પોલીસે મુક્ત કરાવ્યા છે, અને પડધરીના મોટા ખીજડીયાના બે શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.
પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામના ધીરજભાઈ જગાભાઈ ગઢીયા તેમજ જેઠાભાઈ ઝીણાભાઈ લીંબાસીયા નામના બંને શખ્સ આઇસર ગાડી નં. જીજે૫વાયવય-૬૦૫૦માં ૧૦ જેટલા નાના-મોટા ગાયના વાછરડાઓને ખીચોખીચ ભરી દરોડાથી બાંધી ત્રાસ થાય એ રીતે લઇ જઈ રહ્યા હતા.
દરમિયાન ધ્રાલ તાલુકાના મોટા ગરેડિયા ગામના પાટીયા પાસે માલધારી ભુરાભાઈ નાગજીભાઈએ તેઓને અટકાવીને પોલીસને જાણ કરી હતી. જેથી ધ્રોલ પોલીસે બંનેની અટકાયત કરી લઇ આઇસર કબજે કરી લીધું છે, અને તેમાં રહેલા દસ પશુઓને બચાવ્યા છે.
પડધરીના મોટા ખીજડીયા ગામના ઉપરોકત બંને શખ્સ સામે પશુઓ તરફ ઘાતકીપણું અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની કલમ ૧૧ (ડી)(ઇ)(એફ) મુજબ ગુનો નોંધ્યો છે, અને બંનેની અટકાયત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech