તહેવારોને અનુલક્ષીને ખંભાળિયામાં પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગ

  • July 25, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં હિન્દુ તથા મુસ્લિમ સમુદાયના વિવિધ ધાર્મિક તહેવારો આવતા હોય, જેને અનુલક્ષીને ખંભાળિયામાં કાયદો અને વ્યવસ્થા સાબુદ બની રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ અહીંના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના પી.એસ.આઈ. એ.બી. જાડેજા સાથે પોલીસના જવાનોએ અહીંના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, ચાર રસ્તા, સહિતના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી અને કાયદાને અનુલક્ષીને જરૂરી કામગીરી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application