પશ્ચિમ બંગાળમાંથી યુપીના ત્રણ સાધુઓ પર હત્પમલાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોએ કીડનેપર્સ સમજી ભીડે સાધુઓ પર હત્પમલો કર્યેા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી, સાધુઓને ભીડથી બચાવીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બીજેપીએ આ ઘટનાને મહારાષ્ટ્ર્રના પાલઘર જેવી જ ગણાવી છે. ભાજપ નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર વીડિયો શેર કરતા લખ્યું કે હવે બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી, મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા સાધુઓને ટીએમસી કાર્યકર્તાઓએ નિર્વક્ર કરી માર માર્યેા હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુવારે બની હતી યારે યુપીન ત્રણ સાધુ મકરસંક્રાંતિના તહેવાર પર ગંગાસાગર સ્નાન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તે રસ્તો ભટકી જતા, ત્રણ છોકરીઓને રસ્તા વિશે પૂછયું. સાધુઓને જોઈને છોકરીઓ ચીસો પાડતી ભાગી ગઈ. આ પછી સ્થાનિક લોકોએ સાધુઓને પકડીને માર મારવાનું શ કયુ. મામલો વધી જતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય સાધુઓને કાશીપુર પોલીસ સ્ટેશન લઈ આવી.
ઘટના અંગે માહિતી આપતા પુલિયાના પોલીસ અધિક્ષક અભિજીત બેનર્જીએ જણાવ્યું કે સાધુઓ પર હત્પમલો કરનાર ૧૨ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ માટે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને પુલિયા જિલ્લાની રઘુનાથપુર સબ ડિવિઝનલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે એમ પણ કહ્યું કે યારે છોકરીઓ સાધુઓથી ડરીને ભાગી ગઈ ત્યારે સ્થાનિક લોકોને તેમના પર શંકા ગઈ, જેના પગલે ટોળાએ તેમના પર હત્પમલો કર્યેા. બાદમાં પોલીસે સુધાને ગંગાસાગરના મેળામાં લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુસ્સે ભરેલું ટોળું સાધુઓના વાહનમાં તોડફોડ કરતું જોવા મળે છે.
પીડિત સાધુઓએ પોલીસમાં કોઈ કેસ નોંધાવ્યો નથી. તેઓ પોલીસમાં કેસ નોંધાવીને કોઈ મુશ્કેલીમાં પડવા માંગતા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. ભાજપે સાધુઓના મોબ લિંચિંગને લઈને મમતા સરકાર પર સીધુ નિશાન સાધ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech