કાલે અરબી સમુદ્રમાં સર્જાશે સાયક્લોનિક સર્ક્યુલેશન, 22 મેએ લો પ્રેસરમાં ફેરવાશે, વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા

  • May 20, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયા કિનારા નજીક કાલે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. ઈસ્ટ સેન્ટ્રલ અરબી સમુદ્રમાં ઊભી થનારી આ સિસ્ટમ તારીખ 22 ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને ત્યાર પછી તે નોર્થ દિશામાં આગળ વધશે તેમ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના એક ખાસ બુલેટિનમાં જણાવાયું છે.

અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન અને તે પ્રકારની વરસાદ ખેચી લાવતી અનેક સિસ્ટમ દેશના અનેક રાજ્યોમાં અત્યારે એક્ટિવેટ છે અને તેના કારણે વરસાદ પણ પડી રહ્યો છે.


મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતા છે

અરબી સમુદ્રમાં તારીખ 22 ના રોજ લો પ્રેસર સર્જાયા પછી ગુજરાત, મહારાષ્ટ્ર, કોકણ, ગોવા સહિતના અનેક રાજ્યોમાં પણ વરસાદ શરૂ થઈ જશે. અરબી સમુદ્રની આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પણ દહેશત છે. જો વાવાઝોડું સર્જાશે તો તોફાની પવન અને મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં તારીખ 22 થી 24 દરમિયાન વરસાદની સંભાવના ઊભી થઈ છે.


બીજી બાજુ નૈઋત્યનું ચોમાસુ પણ આગળ વધી રહ્યું 

બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં પણ એક અપર એર સાયક્લોનિક અસર જોવા મળે છે. બીજી બાજુ નૈઋત્યનું ચોમાસુ પણ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારો ઉપરાંત અરબી સમુદ્ર આંદામાન નિકોબાર ટાપુ અને તેની આસપાસનો મોટાભાગનો વિસ્તાર આગામી બે દિવસમાં કવર થઈ જશે.


રાજયમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે છે

રાજકોટ સિવાય સમગ્ર રાજયમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે છે અને આગામી દિવસોમાં જ્યારે આ સિસ્ટમ એક્ટિવેટ થશે ત્યારે મહત્તમ તાપમાન નીચે ઉતરશે પરંતુ અત્યારે લોકો ગરમી અને બફારાનો જે સામનો કરે છે તે પ્રમાણમાં વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application