દારૂની સંતાડવા અને તેની હેરાફેરી કરવા માટે અલગ અલગ કિમિયા અજમાવવામાં આવે છે. ત્યારે રાજકોટના જેતપુર સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તો એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે વિદેશી દારૂની 412 બોટલ અને બિયરના 210 ટીન એમ 1 લાખ 24 હજાર 400ની કિંમતના દારૂ સાથે બે ઇસમોને પકડી પાડ્યા છે.
પોલીસે એમ્બ્યુલન્સમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો
મળતી માહિતી અનુસાર, જેતપુરના ભોજાધાર વિસ્તારમાં એલસીબી સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે બાતમીના આધારે એમ્બ્યુલન્સને રોકી અંદર તપાસ કરતા ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, ચપલા અને બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે બે શખ્સને ઝડપી લીધા
પોલીસે દારૂના જથ્થા સાથે કુલ 4,44,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ અજય ઉર્ફે એ.જે. મનસુખભાઈ કંટારીયા (રહે. ભાવનગર, ઘોઘા સર્કલ) અને સુનિલ પરસોતમભાઈ ધાંધા (રહે. જેતપુર, બાપુની વાડી વિસ્તાર)ને ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech