વડોદરા રહેતા પતિ સામે ફરીયાદ : સંયુકત માલીકીના ફલેટનો દસ્તાવેજ નામે નહી કરી આપતા મામલો પોલીસમાં
જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં રહેતી ફીઝીયોથેરાપીસ્ટ મહિલા અને તેના પતિ વચ્ચે સંયુકત નામે લોન પર ફલેટ લીધો હતો જેમાં બંને વચ્ચે થયેલી સમજુતી મુજબ લોનના બાકી પીયા ભર્યા પછી ફરીયાદીના નામે ફલેટનો દસ્તાવેજ નહી કરી આપીને તેમજ ધમકી દેવામાં આવતા મામલો પોલીસ મથકમાં પહોચ્યો છે જયાં મહિલા દ્વારા હાલ ગોત્રી વડોદરા ખાતે રહેતા પતિ સામે વિશ્ર્વાસઘાત અને ધમકી દીધાની ફરીયાદ દાખલ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે. ફરીયાદના આધારે સીટી-એ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગીતમાન કરવામાં આવ્યા છે.
જામનગરના હાથી કોલોની શેરી નં. ૧માં રહેતા ફીઝીયોથેરાપી રિઘ્ધીબેન વિશાલભાઇ પંચમતીયા (ઉ.વ.૩૫) એ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં હાલ ગોત્રી વડોદરા ખાતે રહેતા વિશાલ માધવદાસ પંચમતીયા વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૦૬ તથા ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત અનુસાર ફરીયાદી અને આરોપી બંને પતિ-પત્ની હોય અને હાથી કોલોની શેરી નં. ૧ ખાતે સંયુકત નામે ફલેટ લીધો હતો, અને આ ફલેટમાં બંનેના નામે સંયુકત ૨૮.૫૦ લાખની લોન કરાવી હતી. આ લોનના હપ્તા આરોપી વિશાલ ભરતા હોય અને ચાલુ લોને ફરીયાદીના એચડીએફસી ખાતામાંથી ગત તા. ૬-૧૨-૨૨ના રોજ ા. ૧૦,૦૧,૨૫૧ ભરી આપેલ હતા.
ત્યાર બાદ ફરીયાદી અને આરોપી બંને વચ્ચે સમજુતી થયેલ કે લોનના બાકી રહેતા પીયામાંથી ા. ૩ લાખ હું ભરી દઇશ અને બાકીના તું ભરી દે બાદમાં ફલેટનો દસ્તાવેજ તારા નામે કરાવી આપીશ અને છુટા છેડા કે પીટીશનમાં સહી કરી આપીશ તેમ આરોપી અને ફરીયાદી વચ્ચે સમજુતી થઇ હતી.
જેથી ફરીયાદી રિઘ્ધીબેને તા. ૨-૧૨-૨૩ના રોજ ા. ૫.૯૦.૭૭૩ લોનના ભરાવી દીધેલ અને બંને વચ્ચેની થયેલ સમજુતી મુજબ આરોપીને ફરીયાદીએ ફલેટ નામે કરવાનું કહેતા દસ્તાવેજ નહી કરી આપેલ અને તા. ૧૪-૨-૨૪ના રોજ ફરીયાદી મહિલા આરોપીને બાળકો સાથે મળવા ગયેલ ત્યારે આરોપીએ કહેલ કે આ ફલેટ મારા નામે કરાવી દેજે નહીતર જાનથી મારી નાખીશ એવી ધમકી દીધી હતી.
દરમ્યાન આ રીતે ફરીયાદીના કુલ ૧૫.૯૨.૦૨૪ લોન ભરાવી લઇ બાકીની લોનની રકમ આરોપીએ ભરી લોન પુરી થયે ફરીયાદીને દસ્તાવેજ નામે નહી કરી આપીને તેણી સાથે વિશ્ર્વાસઘાત કરીને મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો. આ ફરીયાદના આધારે સીટી-એ ડીવીઝનના પીએસઆઇ જાડેજા તપાસ ચલાવી રહયા છે.