ચૂંટણી પછી ફોન બિલમાં થશે ૨૫%નો વધારો : રિપોર્ટ

  • May 14, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણી બાદ મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો લાગી શકે છે. કંપનીઓ તેમની યોજનાઓને ૨૫% સુધી મોંઘી બનાવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષેામાં આ ચોથો ટેરિફ વધારો હશે. રિચાર્જ પ્લાન ખર્ચાળ બનાવીને, કંપનીઓ તેમના એઆરપીયુ (યુઝર દીઠ સરેરાશ આવક) વધારવા માંગે છે. એકિસસ કેપિટલ બ્રોકરેજે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક વાતાવરણમાં ભારે ફાઇવ જી રોકાણ વચ્ચે કંપનીઓ તેમના નફામાં સુધારો કરવા માટે યોજનાઓની કિંમતોમાં લગભગ ૨૫% વધારો કરી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટેરિફમાં વધારો ઘણો ઐંચો લાગે છે, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપનીઓ શહેરી અને ગ્રામીણ યુઝર્સને ધ્યાનમાં રાખીને કિંમતોમાં વધારો કરશે કારણ કે અહીં ડેટાનો ઉપયોગ ખૂબ જ વધારે છે.

શહેરોમાં ટેરિફમાં વધારો કર્યા પછી, યુઝર્સનો મોબાઇલ ખર્ચ ૩.૨% થી વધીને ૩.૬% થશે, યારે ગ્રામીણ યુઝર્સ માટે આ ખર્ચ વધીને ૫.૯% થશે, જે હાલમાં ૫.૨% છે. એકિસસ કેપિટલનો અંદાજ છે કે હેડલાઇન રેટમાં લગભગ ૨૫%નો વધારો ટેલિકોમ ઓપરેટરો માટે એઆરપીયુ ૧૬% વધારશે. આમાં એરટેલમાં ૨૯ પિયાનો વધારો જોવા મળશે અને જિયોમાં ૨૬ પિયાનો વધારો જોવા મળશે. જિયોએ માર્ચ કવાર્ટરમાં . ૧૮૧.૭ નો એઆરપીયુ રેકોર્ડ કર્યેા હતો. યારે, આકટોબર ૨૦૨૩ અને ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે, એરટેલ અને વોડાફોન આઇડિયાનું એઆરપીયુ અનુક્રમે . ૨૦૮ અને . ૧૪૫ હતું. એરટેલ અને વોડાફોન–આઇડિયાએ હજુ સુધી માર્ચ કવાર્ટરના આંકડા વિશે માહિતી આપી નથી.

પાછલા વર્ષેામાં ટેલિકોમ કંપનીઓએ અલગ–અલગ વોઈસ અને ડેટા પ્લાનની કિંમતોમાં ૪૦–૫૦ પિયાનો ઘટાડો કર્યેા હતો. આ કારણે યુઝર્સને બંડલ પ્લાનમાં અપગ્રેડ કરવું પડુ.ં આ ટ્રીકથી કંપનીઓના એઆરપીયુમાં સરેરાશ ૧૨૦ થી ૨૦૦ પિયાનો વધારો થયો છે. વૈશના જણાવ્યા અનુસાર, લોકો કંપનીઓને છોડશે નહીં. તેમણે કહ્યું કે યાં સુધી હાઈ–સ્પીડ કનેકિટવિટી ઉપલબ્ધ છે, ત્યાં સુધી યુઝર્સ ટેલિકોમ સેવાઓ માટે ચૂકવણી કરવા તૈયાર રહેશે. વિશ્લેષકોને અપેક્ષા છે કે વાયરલેસ પેકની કિંમતમાં વધારાથી ભારતી એરટેલ અને જિયોને સૌથી વધુ ફાયદો થશે.

સસ્તા પ્લાન બિલ્લીપગે કરાશે દૂર
ડેલોઇટના ટીએમટી ઇન્ડસ્ટ્રીના દક્ષિણ એશિયા લીડર પીયૂષ વૈશે જણાવ્યું હતું કે ઓપરેટરો બંડલ પેકના ટેરિફ સુધારા દ્રારા ફાઇવ જીમાં મૂડીરોકાણનું મુદ્રીકરણ કરવાનું વિચારશે. અમે આશા રાખીએ છીએ કે આ કેલેન્ડર વર્ષના અતં સુધીમાં એઆરપીયુ ૧૦–૧૫% વધશે અને પ્રતિ યુઝર દીઠ લગભગ ૧૦૦ પિયા વધશે, ફોર જી અને ફાઇવ જી બંડલ પેકની કિંમતો વધારવી અને ધીમે ધીમે સસ્તા પ્લાનને દૂર કરવાથી મદદ મળશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application