જીઆઇડીસી દરેડ અને જામ્યુકો વચ્ચે વિકાસ નિભાવ કરાર

  • December 20, 2023 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. (દરેડ) અને જામનગર મહાનગર પાલિકાવચ્ચે જામનગર ઔદ્યોગિક વસાહત ર અને ૩ તથા રેસીડેન્ટ ઝોનના વિકાસ તેમજ નિભાવ માટે કરાર (એમ.ઓ.યુ.) કરવામાં આવેલ છે જેમાં આ વિસ્તારમાં વાપરવામાં આવશે તેમજ ૨૫ ટકા આવક જામનગર મહાનગરપાલિકાને મળશે.
આજ દિન સુધી ઔદ્યોગિકા વસાહત ર અને ૩ તથા રેસીડેન્ટ ઝોનના વિકાસ તેમજ નિભાવ માટેનો ખર્ચ ઉદ્યોગકારોના માઘ્યમથી એસો. દ્વારા જી.આઇ.ડી.સી.ને ચુકવવામાં આવતો હતો. આ ઔદ્યોગિક વિસ્તાર રાજય સરકાર દ્વારા જામનગર શહેરની હદમાં સમાવિષ્ટ કરવાથી ઉદ્યોગકારો ઉપર ટેકસ તેમજ સર્વિસ ચાર્જના બેવડા ભારણ આવી જતા હોવાને કારણે અન્ય ઔદ્યોગિક વસાહતો જેવી કે ઓઢવ, નરોડા, વટવાની પેટર્ન પ્રમાણે આ એમ.ઓ.યુ. કરવાથી લાંબા સમયથી અણઉકેલ પ્રશ્ર્નનું નિરાકરણ કરવામાં આવેલ છે જેમાં અલગથી એસ.પી.વી. (સ્પ. પર્પઝ કંપની) ની રચના કરવામાં આવશે જે કંપની દ્વારા આ વિસ્તારમાં તમામ કામો કરવામાં આવશે.
તા.૧-૪-૨૦૧૮ થી ઉપરોકત એમ.ઓ.યુ. કરાયેલ છે જેમાં ઉદ્યોગકારોએ વર્ષ ૨૦૧૮ થી મહાનગરપાલિકાને ટેકસની રકમ ભરવાની રહેશે. તેમજ ઉદ્યોગકારોએ વર્ષ ૨૦૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન જી.આઇ.ડી.સી.ને સર્વિસ ચાર્જ પેટે ભરપાઇ થયેલ રકમ ઉદ્યોગકારોને પરત મળશે આમ, ઉદ્યોગકારોને બેવડા કર ભારણનો બોજ આવશે નહીં. તેમજ આ એમ.ઓ.યુ. દસ વર્ષ માટેના સમયગાળા દરમ્યાનનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application