વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાને ભારે ઉત્સાહ સાથે આવકારતા લોકો

  • October 03, 2023 11:26 AM 

જામનગર શહેરમાં આજે ગુલાબ નગર વિભાપરથી શૌર્ય જાગરણ યાત્રા પ્રવેશી, વિભાપર શિશુ મંદિર ખાતે કરાયું સ્વાગત


વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા જામનગરમાં આવી પહોચી છે. ગઈકાલથી જ જામનગર આસપાસના દરેડ, નારણપર, હર્ષદપુર, ઠેબા, આલિયા, બાડા, ગોકુલપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં થઈ આજે સવારથી જામનગર શહેરના ગુલાબ નગર, વિભાપર સહિતના વિસ્તારોમાં પહોચી છે. આ શૌર્ય જાગરણ યાત્રાનું ઠેર ઠેર ધર્મ પ્રેમીઓ દ્વારા રંગોળી, ફટાકડા ફોડી અદકેરું સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. વિભાપરમાં શિશુમંદિર ખાતે પણ આ શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યાં રાસ ગરબા યોજવામાં આવ્યા હતા. અને ફટાકડા ફોડી રંગોળી થી યુવાનોમાં શૌર્ય જગાવવા નીકળેલી શોર્ય જાગરણ યાત્રાને આવકારવામાં આવી હતી. જામનગરમાં આગામી 5 ઓકટોબરે આ શૌર્ય જાગરણ યાત્રા શહેરભરમાં ફરી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થશે. જ્યાં 5 ઓકટોબરે રાત્રે ધર્મસભા અને જાણીતા કલાકાર માયાભાઈ આહીર, પૂનમબેન ગોંડલીયા સહિતના કલાકારોનો લોકડાયરો યોજાશે. જેમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.


વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા નું ગઈકાલથી આગમન થયું છે. જામનગરની ભાગોળે આવેલા લાખાબાવળ ખાતેથી જામનગર મહાનગરમાં પ્રવેશ કરતા જ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઈકાલે ગોરધનપર, દરેડ, દડિયા, નારણપર, જી.આઇ. ડી.સી ફેસ -2, નાઘુના, હર્ષદપુર, મોખાણા, ખીમલિયા, મોરકંડા, ઠેબા પહોચી છે. બપોરબાદ ઠેબાથી આ યાત્રા જામનગરની ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ફરીને રાત્રે નકલંક રણુજા, ગોકુલપરા ખાતે રાત્રિ વિશ્રામ કરી હતી. જ્યાં રાસ ગરબાની રમઝટ સાથે ખાસ ધર્મસભા પણ યોજાઈ હતી.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા બજરંગ દળ ના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજે જામનગર શહેરમાં ગુલાબ નગર અને શહેરના વિવિધ વિસ્તારોમાં શૌર્ય જાગરણ યાત્રા પ્રવેશી છે. અને આજે 3 ઓકટોબર રાત્રે રણજીતસાગર રોડ પર આવેલ મયુર ટાઉનશિપ વિસ્તારમાં રાત્રે શોર્ય જાગરણ યાત્રા પહોંચશે ત્યારે તેમનું અદકેરું સ્વાગત કરવા માટેનું પણ સ્થાનિકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં શૌર્ય જાગરણ યાત્રામાં ખાસ રથનું પૂજન અર્ચન થશે અને વિશ્વ ખ્યાતિ મેળવેલ શ્રી રાજ શક્તિ રાસ મંડળ વનરાજસિંહ ગોહિલની ટીમ સાથે સાંસ્કૃતિક રાસ ગરબાની રમઝટ બોલાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application