નિર્મળનગરની શેરી નંબર ૧૦ ના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

  • March 23, 2024 08:44 PM 

ભાવનગર શહેરના નિર્મળ નગર શેરી નંબર 10માં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા વર્ષોથી પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ નિરાકરણ કરવામાં આવતું નથી. અને કામ કરવામાં આવે તો પણ અધૂરું કામ કરવામાં આવે છે. જેને લઇને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોએ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. તેઓએ એવી ચીમકી ઉચ્ચારીછે કે જો યોગ્ય સમયમાં કામ પૂરું નહીં કરવામાં આવે તો આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. જેમાં ડ્રેનેજની લાઈન સાથે પાણીની લાઈન મિક્સ જવાથી રોગચાળાનો ભય ફેલાયો છે. તેમજ આ ઉપરાંત રોડનું અધૂરું કામ, એક સાઇડ બ્લોક નાખવામાં આવે અને બીજી સ્લાઇડ બ્લોક નાખવામાં આવતા નથી. આ ઉપરાંત કચરા લેવાની પણ સુવિધા કરી આપવામાં આવતી નહી. લોકો પોતાના ખર્ચે ટ્રેક્ટર બોલાવી કચરો ભેગો કરાવી અને સાફ સફાઈ કરાવે છે. જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં લોકોએ મતદાન નહી કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરી ચીમકી ઉચ્ચારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application