આજે રાજયભરમાં સરકારી કર્મચારીઓ–શિક્ષકોની પેન ડાઉન, ચોક ડાઉન, શટ ડાઉન સ્ટ્રાઈક

  • March 06, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માગણીઓ સંદર્ભે અવારનવાર લેખિત– મૌખિક રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ ન આવતા સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોના બનેલા ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્રારા આજે પેન ડાઉન, ચોક ડાઉન અને શટ ડાઉન સ્ટ્રાઈક સહિતના આંદોલનના અનેક કાર્યક્રમો આપવામાં આવતા સરકારી કામકાજને ભારે ગંભીર વિપરીત અસર પહોંચી છે.
સરકારી કર્મચારીઓ આજે પેનડાઉન, ચોક ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્રારા પોતાનો વિરોધ વ્યકત કરશે તેવું અલ્ટીમેટમ ઘણા સમયથી સરકારને આપી દેવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધી આ આંદોલન રોકવા માટેના મીટીંગ કે તેવા કોઈ પ્રયાસો થયા નથી. પરંતુ ગઈકાલે મોડી સાંજે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય દેસાઈએ સરકારના જુદા જુદા વિભાગના સચિવકક્ષાના અધિકારીઓને પરિપત્ર પાઠવીને જે સરકારી કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હોય તેમની સામે નિયમ અનુસાર પગલાં લેવા આદેશ કર્યેા છે.

કર્મચારી મહામંડળ અને મોરચાના આગેવાનોના જણાવ્યા મુજબ અમારી મુખ્ય માગણી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની છે અને આવી બીજી મહત્વની માંગણી ફિકસ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરીને તેમાં કામ કરતા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલમાં નિમણૂક આપવાને લગતી છે.
કર્મચારીઓના લાંબા સમયથી પડતર જુદા જુદા પ્રશ્નો અંગે ભૂતકાળમાં સરકાર સાથે ચર્ચા થઈ હતી અને ત્યારે તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીના રિપોર્ટની અમલવારી કરવાની અમારી માગણી છે.

વર્ષ ૨૦૦૪ પછી રાજય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવનાર કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મુકાઈ છે, તેની સામે ગુજરાત સરકારના કર્મચારીઓ દ્રારા વિરોધ થઈ રહ્યો થયો છે જૂની પેન્શન લાગુ કરવાના મામલે ગુજરાત સરકાર અને કર્મચારી યુનિયન સામસામે આવી ગયા છે.

રાજય સરકાર દ્રારા કર્મચારીઓને અધિકારીઓ ને તાકીદ કરવામાં આવી છે કે પેન ડાઉન,ચોક ડાઉન અને કોમ્પ્યુટર શટ ડાઉન કરનાર કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગઈકાલે મોડી રાતે આદેશ છોડવામાં આવ્યા છે વિવિધ સરકારી કર્મચારી મહામંડળો સાથે જોડાયેલા યુનિયન દ્રારા જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી સાથે રાયની તમામ સરકારી કચેરીઓ માં કામકાજથી અડધા રહેવાનું આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા ગઈકાલે મોડી સાંજે તમામ સરકારી વિભાગના વડા અધિકારીઓ અને કર્મચારીઓને આજે કચેરીની કામગીરી થી અળગા રહે તો તેમની સામે નિયમ મુજબ કામગીરી હાથ ધરવા આજ્ઞા અનુસાર આદેશ આપવામાં આવ્યા છે.બીજી બાજુ સરકારી કર્મચારી મહામંડળ દ્રારા જૂની પેન્શન સ્કીમ ને લઈને આક વલણ અપનાવવામાં આવ્યું છે કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ પટેલ જો શિક્ષક સંઘના મહામંત્રી છે તેમણે કર્મચારી મહામમંડળના ભરત ચૌધરી સંયુકત રીતે જણાવ્યું છે કે જૂની પેન્શન સ્કીમની અમલ ભાજપ શાસિત અન્ય રાયો કરી રહ્યું છે પરંતુ ખુદ ગુજરાત સરકાર વિધાનસભાની ચૂંટણી પહેલા આ ની અમલવારી કરવાની ખાતરી આપી હતી ત્યારે ઓપીએસના મુદ્દે આટલી બધો વિલબં કેમ મોડલ ગુજરાતે તો સૌ પહેલા પહેલ કરવી જોઈએ એના બદલે પીછેહઠ કરી રહ્યું છે તે સમજાતું નથી.આંદોલનના અનુસંધાને રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના ૩૯૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આજે આંદોલનમાં જોડાયા હતા. કામગીરીથી દૂર રહીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application