સપડા સિઘ્ધી વિનાયકે દર્શને જતા પદયાત્રીઓ : ઠેર-ઠેર સ્ટોલ અને કેમ્પ ઉભા કરાયા

  • September 19, 2023 11:38 AM 

દર વર્ષે ગણેશ ચતુર્થીના પૂર્વ દિવસે છોટીકાશીના ગણેશ ભક્તો પદયાત્રા કરી સપડા સિઘ્ધી વિનાયક જતા હોય છે, જેના ભાગપે ગત રાત્રીના પદયાત્રીઓ સિઘ્ધી વિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સેવાભાવીઓ દ્વારા પદયાત્રીઓની સેવા અર્થે નાસ્તા, કેમ્પમાં દવા, તેલ માલીશ સહિતની સેવાઓનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યુ હતું, અત્રે ઉલ્લેખનીય છે કે આ સપડેશ્ર્વર સિઘ્ધી વિનાયક મંદિર આશરે 604 વર્ષથી પણ જુનુ છે, ગુર્જર સુતાર જ્ઞાતિના ખેડુતને સ્વપ્નમાં ગણપતી દાદાએ દર્શન આપ્યા હતાં અને દાદા એ કહ્યુ હતું કે હું પારેલ નદીમાં બેઠો છું મને બહાર કાઢીને મારી શાસ્ત્રક વિધીથી સ્થાપના કર, રોજ અસંખ્ય ભક્તજનો સપડા સિઘ્ધી વિનાયકના દર્શને આવતા હોય છે, ખાસ કરીને ગણપતી મહોત્સવ દરમ્યાન હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application