રેકી કર્યા પછી સંસદમાં ઘુસણખોરી થઇ હતી

  • December 14, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સંસદ પર આતંકવાદી હત્પમલાની વરસી પર જ બે લોકોએ લોકશાહીના મંદિરની સુરક્ષાને ભગં કરી અને લોકસભામાં પ્રવેશ કર્યેા. સંસદની સુરક્ષા ચૂક મામલે દિલ્હી પોલીસે યુએપીએ હેઠળ કેસ નોંધી લીધો છે અને તપાસ પણ શ કરી દીધી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યારે એક આરોપી હજુ પણ ફરાર છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈપીસીની કલમ ૪૫૨ અને ૧૨૦–બી ઉપરાંત યુએપીએની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કુલ ૬ લોકો સામેલ હતા જેમાંથી ૫ની ધરપકડ કરી લેવામાં આવી હતી યારે અન્ય એક ફરાર છે. આ પાંચ લોકો ત્રણ દિવસ પહેલા પોતપોતાના ઘરેથી ગુરૂગ્રામ પહોંચ્યા હતા અને ત્યાં એક મિત્રના ઘરે રોકાયા હતા. આ પછી બે લોકો સંસદની અંદર અને બે લોકો સંસદની બહાર સ્મોક એટેક કરવા પહોંચ્યા હતા.

પોલીસે તરત જ કાર્યવાહી કરતાં સાગર શર્મા (લખનૌ) અને ડી મનોરંજન (મૈસૂર)ને ગૃહમાંથી જ કસ્ટડીમાં લીધા હતા જેમણે ગૃહની અંદર ઉત્પાત મચાવ્યો હતો. જયારે સંસદની બહાર દેખાવ કરતી વખતે અમોલ શિંદે (લાતુર) અને નીલમ નામની મહિલાની ટ્રાન્સપોર્ટ ભવનની બહારથી અટકાયત કરાઈ હતી. આ સિવાય ગુગ્રામના લલિત ઝા નામના વ્યકિતને પાંચમા વ્યકિત તરીકે પકડવામાં આવ્યો હતો.

યારે હજુ એક ફરાર હોવાની માહિતી છે. અહેવાલ મુજબ, એક વરિ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડી મનોરંજન, અમોલ શિંદે સહિત ત્રણ લોકોએ રેકી કરી હતી. આ લોકો સાંસદોની બેઠકો અને ઓડિયન્સ ગેલેરી વિશે જાણતા હતા. આ લોકો જાણતા હતા કે તેઓ પોતાને નુકસાન પહોંચાડા વિના નીચે કૂદી શકે છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સંસદનું ચોમાસુ સત્ર જૂની સંસદમાં યોજાયું હતું યારે શિયાળુ સત્ર નવી સંસદમાં યોજાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application