મહાપાલિકાના પ્લોટમાં બની ગયું પાર્કિંગ

  • December 11, 2023 05:49 PM 

મહાનગર પાલિકાના દ્વારા આજે સવારથી હાથ ધરવામાં આવેલા સફાઈ અને દબાણ હટાવ અભિયાનમાં પાણીની ટાંકી નજીક આવેલા મહાનગર પાલિકાની માલિકીના પ્લોટ નંબર ૨૩૪માં રીક્ષા સહિતના વાહનો ઉપરાંત કેબીનો મુકવામાં આવેલી તંત્રના ધ્યાને આવ્યું હતું. પ્લોટમાં પાર્કિંગ કરવામાં આવેલી રીક્ષાને લોક મારી દંડ વસુલાયો હતો. જયારે કેબીન જપ્ત કરી સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા આ પ્લોટમાં નિકાલ કરી જેસીબી મારફત લેવલિંગ કામગીરી હાથ ધરી હતી.


આ ઉપરાંત મ્યુ. તંત્રના દબાણ હટાવ સેલ દ્વારા તળાજા રોડ પરથી એક રંધામશીન તેમજ લારી-ગલ્લા સહિતના બન્ને સાઈડ પરના દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરવામાં આવેલા નાના-મોટા વાહનોને લોક મારી વાહન ધારકો પાસેથી ૬હજારનો દંડ વસુલાયો હતો.


ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા અગાઉ દબાણ હટાવાયું હતું. પરંતુ દબાણકર્તાઓએ પુનઃ દબાણ કરી લેતા આજે સફાઈ અભિયાનની સાથોસાથ દબાણોનો પણ સફાયો કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application