પાકિસ્તાનની ઈરાનમાં એર સ્ટ્રાઈક

  • January 18, 2024 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાનની સર્જિકલ સ્ટ્રાઈક બાદ  હવે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યેા છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હત્પમલો કર્યેા છે. આ હત્પમલો કયારે અને કયાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ હત્પમલા ઈરાનમાં બીએલએ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દાવો કર્યેા છે કે ઈરાનની અંદર બલૂચ અલગતાવાદી આતંકવાદી જૂથો છે જે પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિઓ કરે છે.જો કે ઈરાન કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટ્રિ કરવામાં આવી નથી.પાકિસ્તાને હત્પમલાના ૨૪ કલાક બાદ ઈરાનને જવાબ આપ્યો હતો. પાકિસ્તાન એરફોર્સે પૂર્વી ઈરાનના સરવાન શહેરમાં બલૂચ આતંકવાદી જૂથ પર હવાઈ હત્પમલો કર્યેા છે.

મંગળવારે ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી સંગઠન જૈશ અલ–અદલના અડ્ડા પર હત્પમલો કર્યેા હતો. હત્પમલાના ૨૪ કલાક બાદ પાકિસ્તાને ઈરાનને જવાબ આપ્યો છે. પાકિસ્તાન એરફોર્સે પૂર્વી ઈરાનના સરવાન શહેરમાં બલૂચ આતંકવાદી જૂથ પર હવાઈ હત્પમલો કર્યેા છે.ઈરાને કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસીને હત્પમલા કર્યા હતા.
બંને દેશોએ એકબીજાના રાજદૂતોને પરત મોકલી દીધા હતા. પાકિસ્તાને જવાબી કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. જો કે, પાકિસ્તાની મીડિયાએ હજુ સુધી આ હત્પમલો કયાં
અને કયારે કરવામાં આવ્યો તે અંગે કોઈ માહિતી આપી નથી.

વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે પાકિસ્તાનમાં ઈરાની મિસાઈલ હત્પમલા પર મીડિયાકર્મીઓના સવાલોના જવાબમાં કહ્યું કે, યાં સુધી ભારતનો સવાલ છે, અત્યાર સુધી આપણે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ રાખી છે. વિવિધ દેશ પોતાની સુરક્ષા માટે પગલાં લે છે તે અમે સમજીએ છીએ.પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઈરાનના ઘાતક મિસાઈલ હત્પમલાના પ્રતિસાદમાં, ભારતે કહ્યું કે તે સ્વ–રક્ષણમાં લેવાયેલા પગલાંને ધ્યાનમાં લે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું કે, આ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત આતંકવાદ પ્રત્યે તેની ઝીરો ટોલરન્સની નીતિ સાથે સમાધાન નહીં કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application