પાકિસ્તાન વાયુસેનાએ યુધ્ધ કવાયત શરૂ કરતા અનેક તર્ક–વિતર્ક

  • October 18, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અઝરબૈજાન, બહેરીન, ચીન, ઈજી, જર્મની, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાન, ઈટાલી, કુવૈત, મોરોક્કો, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, તુર્કી, યુનાઈટેડ આરબ અમીરાત અને ઉઝબેકિસ્તાન આ હવાઈ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે જે પાકિસ્તાન ખાતેથી શ થઈ હતી એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન આ કવાયત દ્રારા દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવવા માંગે છે.
પાકિસ્તાનમાં ૧૪ દેશો એકઠા થયા છે અને તે પણ એક મોટી કવાયત માટે. વાસ્તવમાં, ચીન અને સાઉદી અરેબિયા સહિત ૧૪ દેશોની વાયુસેના એકમો પાકિસ્તાન એરફોર્સ દ્રારા તેના એક ઓપરેશનલ બેઝ પર આયોજિત યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે . આ યુદ્ધ કવાયત દ્રારા,પાકિસ્તાન એરફોર્સ તેની ક્ષમતા પ્રદર્શિત કરવાનો અને આંતરરાષ્ટ્ર્રીય સહયોગ વધારવાનો હેતુ ધરાવે છે. વાસ્તવમાં અઝરબૈજાન, બહેરીન, ચીન, ઈજી, જર્મની, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાન, ઈટાલી, કુવૈત, મોરોક્કો, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, તુર્કી, સંયુકત આરબ અમીરાત અને ઉઝબેકિસ્તાન આ હવાઈ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન આ કવાયત દ્રારા દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવવા માંગે છે.પાકિસ્તાની ટીવિના અહેવાલ અનુસાર આ કવાયત પાકિસ્તાનની સૌથી મોટી હવાઈ લડાઇ કવાયત છે અને આંતરરાષ્ટ્ર્રીય સહયોગને મજબૂત કરવા તેમજ તેની હવાઈ ક્ષમતાઓને વધારવા માટે પાકિસ્તાન એરફોર્સ ની પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિ઼પ માનવામાં આવે છે.પાકિસ્તાન એરફોર્સની ૧૪–રાષ્ટ્ર્રીય હવાઈ લડાયક કવાયત પઇન્ડસ શીલ્ડ ૨૦૨૩થ વાયુસેનાના ડીજીપીઆર એર બેઝ પર પૂરજોશમાં ચાલી રહી છે, પાકિસ્તાન એરફોર્સે રવિવારે તેના સત્તાવાર પએકસથ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે કવાયત જોર શોરથી ચાલી રહીછે . પાક વાયુસેના અનુસાર, પઆ ટોચના સ્તરની યુદ્ધ કવાયત પાકિસ્તાનની મેગા એર વોર કવાયતમાંની એક છે અને આંતરરાષ્ટ્ર્રીય સહયોગને મજબૂત કરવા તેમજ તેની હવાઈ ક્ષમતાઓને વધારવા માટે ની પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિ઼પ માનવામાં આવે છે.જો કે અચાનક આ કવાયત વધારવામાં આવતા ભારત માટે આ સ્થિતિ વિચારવા જેવી તો ખરી જ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application