જામજોધપુર તાલુકા પ્રમુખ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ

  • May 29, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્માર્ટ મીટર આવી મોંઘવારીમાં ગરીબોની કેડ ભાંગી નાખશે તેમ જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ ચાવડાએ જણાવી કહ્યું હતું કે, જનતા એક બાજુ કારમી મોંઘવારીમાં પિસાઈ રહી છે. એમાંય સ્માર્ટ મીટરના વધુ પડતા બીલને લઈ આવી કાળઝાળ મોંઘવારી સામાન્ય લોકોના જીવનમાં વધુ એક મુશ્કેલી પેદા કરશે તેમ કહી આ બાબતે ગોવિંદભાઈ ચાવડાએ સરકારના આ નિર્ણયને ગરીબોની કમ્મર તોડતો ગણાવી સરકારની આ અંગે ઝાટકણી કાઢી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application