જામનગર મહાનગર પાલિકા તથા નવાનગર નેચર કલબના સંયુક્ત ઉપક્રમે ઓપન જામનગર રંગોળી સ્પર્ધા યોજાઇ..

  • November 21, 2023 01:39 PM 

જામનગર મહાનગર પાલિકા તથા નવાનગર નેચર કલબના સંયુક્ત ઉપક્રમે ઓપન જામનગર રંગોળી સ્પર્ધા યોજાઇ..

ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા અનેક તહેવારોમાં દિવાળીનો તહેવાર એક આગવું મહત્વ ધરાવે છે, અને તેમાં રંગોળી પણ અભિન્ન હિસ્સો છે. પ્રકૃતિ સાથે જોડાયેલ આપની બેનમુન સંસ્કૃતિમાં લોકો પોતાની કળા મનોભાવ અને શ્રદ્ધાને રંગોળીમાં કલાત્મકતાથી રંગો પૂરી વ્યક્ત કરતા આવ્યા છે.

શહેરનાં રંગોળી બનાવતા કલાકારોને યોગ્ય પ્રોત્સાહન મળે તે માટે જામનગર મહાનગર પાલિકા તથા નવાનગર નેચર કલબ દ્વારા છેલ્લા સાત વર્ષથી ઓપન જામનગર શહેર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

જામનગરની નવાનગર નેચર કલબ પર્યાવરણ સંરક્ષણ માટેના નવતર પ્રયોગો માટે સમગ્ર ગુજરાતમાં ખુબજ પ્રસિદ્ધ છે.લોકો સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે અવનવા કાર્યક્રમો યોજતી રહે છે.

સ્પર્ધામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે સંસ્થા દ્વારા દિવાળી અને નૂતન વર્ષેના દિવસે પોતાના ઘર કે ઓફિસ પર બનાવેલ રંગોળીઓ સંસ્થાના ગુગલ ફોર્મ પર રંગોળીના ફોટા અપલોડ કરવાના હોય છે.પછી રંગોળીના નિષ્ણાત કલાકારો દ્વારા આમાંથી શ્રેષ્ઠ રંગોળીઓ પસંદ કરવામાં આવે છે.

જેમાંથી ગાગીયા કાવ્યા(સંસ્કાર ભારતી-૧ )નંદા દિયા( સંસ્કાર ભારતી-ર)કનખરા રચના(બેસ્ટ ફીનીશીંગ-૧)અજુડીયા સાક્ષી(બેસ્ટ ફીનીશીંગ-ર)પૌલ શેહલી(બેસ્ટ કમ્પોઝીશન-૧)કનખરા કુસુમ(બેસ્ટ કમ્પોઝીશન-ર)સોરઠીયા તૃપ્તી(બેસ્ટ નવીનતમ રચના)મજીઠીયા કૃપાલી(ગબેસ્ટ કલર સ્કીમ)જજર વિભા(બેસ્ટ પોટ્રેટ)મોરસાણીયા પૃથા(બેસ્ટ પ્રેરણાદાયી વિચાર)ગોરેચા ક્રિશા(બેસ્ટ ટેકનિક)પાટડીયા ઈશીતા(બેસ્ટ ઇનોવેટીવ સબ્જેકટ)ભાલાળા ખુશી(પ્રોત્સાહન)ગોરડીયા કેતન(અત્યંત આકર્ષક)શેઠ રિધ્ધી(અત્યંત આકર્ષક) બનાવવા બદલ પ્રમાણ પત્ર તથા પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

જામનગર મહાનગર પાલિકા ના શાસક પક્ષ નેતા આશિષ જોશી,ડૉ.પ્રદીપ વર્મા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય  દિનેશભાઈ રબારી,જાણીતા સ્ટ્રક્ચરર એન્જીન્યરીંગ શ્રી સુભાષ ગંઢા,જયેશભાઈ વાઘેલાના વરદ હસ્તે કલાકારોને પુરસ્કાર તથા પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે સૌરાષ્ટ્રના જાણીતા આર્ટિસ્ટ આશુતોષ ભેડા એ સેવા આપી હતી.કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન  ધર્મેશ અજા એ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application