પરીક્ષા આકરી રહી, અનેકની મનની મનમાં રહી, માત્ર ૨૫ ટકા જેવું પરિણામ: રાજકોટ સિટીના ૨૩ એએસઆઈ બનશે પીએસઆઈ
રાજયના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડાયરેકટ એએસઆઈ તથા પ્રમોટેડ એએસઆઈની પીએસઆઈ બનવા માટે લેવાયેલી ખાતાકીય પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર થયું છે. ૧૩૫૦ ઉમેદવારોમાંથી ૩૩૭ જેટલા જ એએસઆઈ પીએસઆઈ બનવા માટે ઉતિર્ણ (પાસ) થયા હતા. અન્યો માટે ટાર્ગેટ ટફ બની રહ્યો હતો. માત્ર ૨૫ ટકા જેવું પરિણામ આવ્યું છે. રાજકોટ શહેરના ૫૯માંથી ૨૩ એએસઆઈ પાસ થઈ હવે સિંગલમાંથી સ્ટાર સાથે પીએસઆઈ બનશે.
રાયના ગૃહ વિભાગ દ્રારા પોલીસ ડીપાર્ટમેન્ટની સ્ટ્રેન્થ વધારવા અને મજબુત બનાવવા ચાલી રહેલી ભરતી બઢતીની પ્રક્રિયામાં પીએસઆઈની ઘટ ઓછી કરવા વર્તમાન પોલીસ કર્મીઓને ખાતાકીય બઢતી પરીક્ષા થકી પીએસઆઈ બનવા માટે મોડ–૩ પરીક્ષા હેઠળ ચાન્સ અપાયો હતો. રાયભરમાંથી ડાયરેકટ એએસઆઈ ઉપરાંત ખાતાકીય પ્રમોશન જોઈ સિન્યોરીટી સાથે પોલીસ કોન્સ્ટેબલમાંથી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર (એએસઆઈ) બનેલા ૧૩૫૦ ઉમેદવારો પરીક્ષામાં ફોર્મ ભર્યા હતા.
પરીક્ષાર્થીઓ પૈકી કેટલાકે પરીક્ષા જ આપી ન હતી જેથી તેઓ માટેનો પરીણામનો કોઈ ઈંતજાર જ નહોતો. જયારે પીએસઆઈ બનવા માટે પરીક્ષા આપનારા રીઝલ્ટની રાહમાં હતા. ગઈકાલે રીઝલ્ટ જાહેર થયું હતું. જેમાં ૨૫ ટકા જેવા અંદાજે ૩૩૭ જેટલા એએસઆઈ પીએસઆઈ બનવાની પરીક્ષાની રેસમાં ઉતિર્ણ જાહેર થયા હતા. તેઓ માટે રાય સરકાર તરફથી દિવાળી બોનાન્ઝા ગીફટ મળી કહેવાય. જયારે નાપાસ થયેલા ઉમેદવારોમાં સાથી મિત્રો તો પાસ થયાનો આનદં હશે.
રાજકોટ શહેરમાં ફરજ બજાવતા એએસઆઈ પૈકી ૬૦ ઉમેદેવારે પરીક્ષા આપી હતી. જેમાં ૫૦ ટકાથી ઉપર મહિલાઓએ મેદાન માયુ હતું. ૧૨ મહિલા સહિત કુલ ૨૩ એએસઆઈ પાસ થયા હતા. ઓલ ઓવર ૨૫ ટકા રીઝલ્ટની અપેક્ષામાં રાજકોટ સીટીની ટકાવારી ઉંચી રહી છે. જયારે રાજકોટ રૂરલ પોલીસમાં ૨૨ ઉમેદેવારોમાંથી એક મહિલા સહિત માત્ર ચાર જ પાસ થતાં ત્યાંનું રીઝલ્ટ નબળું પડયું.
રાજકોટ શહેર પોલીસમાંથી એએસઆઈ આર.કે.જાડેજા, બલભદ્રસિંહ જે. જાડેજા, આર.બી.જાડેજા, બૃહા તૃષાબેન, નીમ્બાર્ક સ્મિતાબેન, કાકડીયા દયાબેન, સાંગાણી અલ્પાબેન, મકવાણા રાધિકાબેન, નાસીર બેલીમ, હરસોડા અંજુબેન, કે.એલ.જાડેજા, આર.જે.જાડેજા, ચોટલીયા કેયા, કીમરીયા કૃપાબેન, જોગરાણા સુરેશ, વાણીયા નિરવ, વરૂ અરૂણ, ત્રિવેદી પિયુષ, રવૈયા હાદિર્ક, વાળા કર્મદીપ, માંડલી પૂજાબેન મળી ૨૩ એએસઆઈ હવે પીએસઆઈ બનશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech