તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગન રહેલી તળાજા પોલીસે બાતમીના આધારે નવીકામરોળ ગામે આવેલા એક રહેણાંકી મકાનમાં દરોડો પાડી વિદેશીદારૂની નાની-મોટી મળી ૭૦૪બોટલ અને ૧૯૦ બિયરના ટીન કિંમત રૂ. ૨, ૨૧, ૫૦૦ તેમજ મોબાઈલ મળી રૂ. ૨, ૨૨, ૫૦૦ના મુદ્દામાલ સાથે નવી નવીકામરોળના શખ્સને ઝડપી લીધો હતો.
તળાજા પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ તળાજા પોલીસના ઈ. ચા. પી. આઈ. મકવાણાની આગેવાની હેઠળ તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કાફલાને તળાજાના નવી કામરોળ ગામે રહેતો ધર્મેન્દ્રસિંહ ભુપતસિંહ સરવૈયા પોતાના રહેણાંકી મકાનમાં દારૂ અને બિયરનો જથ્થો વેચાણ કરતો હોવાની મળેલી બાતમીના આધારે નવી કામરોળ ગામે બાતમી મુજબના રહેણાંકી મકાનમાં દરોડો પડતા મકાનના એક રૂમમાંથી વિદેશી દારૂની ૪૪૦ મોટી જ્યારે ૨૬૪ નાની બોટલ તેમજ ૧૯૦ બિયરના ટીન મળી આવતા પોલીસે દારૂની કુલ ૭૦૪ બોટલ, ૧૯૦ બિયરના ટીન કિંમત રૂ. ૨, ૨૧, અને મોબાઈલ મળી કુલ રૂ. ૨, ૨૨, ૫૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ ધર્મેન્દ્રસિંહ ભુપતસિંહ સરવૈયા (ઉ. વ. ૪૨, રે. નવી કામરોળ, ટા. તળાજા, જિ. ભાવનગર)ની ધરપકડ કરી તેની સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech