ખોજાબેરાજા સીમમાં વિદેશી દારુના જંગી જથ્થા સાથે એક પકડાયો

  • July 10, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૪૫૬૪ બોટલો, બે વાહન મળી કુલ ૨૮.૬૨ લાખનો મુદામાલ કબ્જે : એક ફરાર

જામનગર નજીક ખોજાબેરાજા ખરાબા સીમમાં પંચ-બી પોલીસે બાતમીના આધારે શનિવારે દરોડો પાડીને એક શખ્સને ઇંગ્લીશ દારુની ૪૫૬૪ બોટલો, વાહનો મળી કુલ ૨૮.૬૨ લાખના મુદામાલ સાથે દબોચી લીધો હતો, પકડાયેલા શખ્સને રીમાન્ડ પર લેવામાં આવ્યો છે, જયારે તપાસ દરમ્યાન જામનગરના એક શખ્સનું નામ ખુલ્યુ હતું.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી, જુગારના કેસો શોધી કાઢવા અંગેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારુ, જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા, ઇન્ચાર્જ સર્કલ પી.આઇ એમ.બી. ગજજરની સુચનાથી પંચ-બી ડીવીઝનના પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફના માણસો  પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પંચ-બીના પો.હેડ કોન્સ નિર્મળસિંહ જાડેજા, પો.કોન્સ મહાવીરસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજાને મળેલ હકીકત મુજબ ખોજાબેરાજા ગામ અડાવાના કાઠાવાળી સીમમાં ખરાબામાં બાવળની જાળીમાથી તથા વાહનોમાથી વિદેશી દારુનો જથ્થો અલગ અલગ બ્રાન્ડની બોટલો ૪૫૬૪ કિ. ૨૨.૮૨.૦૦૦ તથા હુન્ડાઇ આઇટેન નં. જીજે૧એચવી-૦૦૬૪, કિ. ૩.૫૦ લાખ તથા છોટા હાથી નં. જીજે૯ઝેડ-૧૪૨૪ કી. ૨.૨૫ લાખ તથા એક મોબાઇલ કિ. ૫૦૦૦ મળી કુલ ૨૮.૬૨.૦૦૦ના મુદામાલ સાથે રાજકોટ કાલાવડ રોડ ભગતસિંહજી ગાર્ડન પાછળ હાઉસીંગ કવાર્ટરમાં રહેતા જયપાલસિંહ લાલુભા વાઘેલાને રેઇડ દરમ્યાન પકડી પાડયો હતો.
જયારે જામનગરના સાંઢીયાપુલ પાસે રહેતા આસીફ ઉર્ફે અસરફ સંધીને  ફરાર જાહેર કરી પંચ-બીના હેડ કોન્સ. ડી.જી. ઝાલાએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application