મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી વિદેશી દારૂની ૭૦ બોટલ સાથે એક ઝડપાયો 

  • July 17, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીની મહેન્દ્રનગર ચોકડીની બાજુમાં ઘુટું રોડ, કેસરી પાનની સામેથી વિદેશી દારૂની ૭૦ બોટલ સાથે એક શખસને સીટી બી-ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડીની બાજુમાં ઘુટું રોડ કેસરી પાનની સામેથી આરોપી ફીરોઝ અલીયાસ હીંગોળજા રહે. ધ્રાંગધ્રા ફાટક પાસે જાંગસર તળાવ પાસે જી. સુરેન્દ્રનગરવાળા પાસેથી વિદેશી દારૂની ૭૦ બોટલ કિંમત રૂ.૭૦૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા તેની મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે અટક કરી આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application