મોરબીમાં મકાનમાંથી ઇંગ્લીશ દારૂની ૪૦ બોટલો સાથે એક ઝડપાયો

  • March 14, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી-૨ યમુનાનગર સોસાયટી શેરી નં -૦૪મા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ સાથે એક ઈસમને મોરબી એલસીબીપોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
​​​​​​​
મોરબી-૨ યમુનાનગર સોસાયટી શેરી નં -૦૪મા રહેતા આરોપી આનંદભાઈ ઉર્ફે લાલાભાઈ દામોદરભાઈ ભાટીયા(ઉ.વ.૪૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦ કિંરૂ.૯૩૨૦ નાં મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. ઝડપાયેલ આરોપીની પૂછપરછ કરતા અન્ય આરોપી સાહિલસીદીકભાઈ ચાનીયા રહે. મોરબી વાઘપરા વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓવિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application